ગુનાઓ પર નિયંત્રણ માટે થાણે પોલીસે કરી નવતર પહેલ, સીસીટીવી સર્વેલન્સ પહેલ શરૂ…

મુંબઈ: ચેન સ્નેચિંગ, રેસ ડ્રાઇવિંગ જેવી વધતી જતી ગુનાહિત ઘટનાઓને કાબૂમાં લાવવાના પ્રયાસ રૂપે મહારાષ્ટ્રના થાણે જિલ્લા ગ્રામીણ પોલીસે ગઈ કાલે સીસીટીવી સર્વેલન્સ પહેલ શરૂ કરી, જે પોલીસને કેમેરાના નેટવર્ક દ્વારા વાસ્તવિક સમયની પ્રવૃત્તિઓ પર નજર રાખવા સક્ષમ બનાવશે.
આ પણ વાંચો : કોસ્ટલ રોડ પર ઓવરસ્પીડિંગ બદલ કેટલા લોકો દંડાયા, શિંદેએ આપ્યા આંકડા
કોંકણના સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ (આઇજી) ઓફ પોલીસ, સંજય દરાડેએ ‘એક સીસીટીવી આપલ્યા સુરક્ષાસાઠી’ પહેલનું ઉદ્ઘાટન કર્યું, જેમાં ગુના નિવારણ, શોધ, ટ્રાફિક વ્યવસ્થાપન અને એકંદર જાહેર સુરક્ષામાં સર્વેલન્સ ટેકનોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો. એક અધિકારીએ જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમમાં તહેનાત પ્રશિક્ષિત કર્મચારીઓ કેમેરા ફીડનું નિરીક્ષણ કરશે.
આ પણ વાંચો : દાદર-પ્રભાદેવીથી કોસ્ટલ રોડ જવાનું સરળ બનશે: એપ્રિલમાં અંડરપાસ ખુલ્લો મુકાશે
સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં ૧૦ મોનિટર સ્થાપિત કરવામાં આવ્યા છે, અને ૧,૧૨૧ કેમેરામાંથી લાઇવ ફીડ પહેલેથી જ ઉપલબ્ધ છે, આગામી મહિનાઓમાં વધુ કનેક્ટ કરવામાં આવશે. એક વખત થાણે ગ્રામીણ જિલ્લાના તમામ ગામડાઓમાં સીસીટીવી નેટવર્ક સ્થાપિત થઈ જાય, પછી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ એઆઇ ટૂલ્સનો ઉપયોગ કરીને કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.