મનોરંજન

જ્યારે ઈન્ડસ્ટ્રીના આ જાણીતા ડિરેક્ટરે પોતાની દીકરી સાથે જ કર્યું લિપ લોક અને…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દરેક એક્ટર એક્ટ્રેસનો એક તબક્કો હોય છે, પણ વાત જ્યારે 90ના દાયકાની આવે તો એ દાયકામાં પૂજા ભટ્ટ બોલીવૂડની શ્રેષ્ઠ એક્ટ્રેસમાંથી એક હતી. એ સમય પૂજા ભટ્ટે એક મેગેઝીન કવર માટે ફોટોશૂટ કરાવ્યું હતું અને એને કારણે જે બબાલ થઈ હતી એ આજે પણ કદાચ લોકોને યાદ હશે. આ ફોટોમાં પૂજા પોતાના પિતા અને ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ મેકર મહેશ ભટ્ટ સાથે લિપ લોક કરતી જોવા મળી હતી.

પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટના આ ફોટો સામે આવતા પિતા-પુત્રીના સંબંધો પર લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. એ સમયે લોકોએ પૂજાને ખાસ્સી એવી ટ્રોલ પણ કરી હતી, પરંતુ આ બાબતે એક ઈન્ટરવ્યુમાં પૂજાએ ટ્રોલર્સને એવો કરારો જવાબ આપ્યો હતો કે લોકોની બોલતી બંધ થઈ ગઈ હતી. આવો જોઈએ પૂજાએ શું કહ્યું હતું આ બાબતે-

આપણ વાંચો: કોણ છે પ્રાજક્તા માળી? ચર્ચાસ્પદ બનેલી આ મરાઠી અભિનેત્રી વિશે જાણવા કેમ છે લોકો આતુર

એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરતાં પૂજાએ જણાવ્યું હતું કે હું ખૂબ જ સિમ્પલ છું અને ફોટોશૂટ વખતે જે કંઈ પણ થયું એ નોર્મલ હતું, એમાં મને તો કંઈ ખોટું નહોતું લાગ્યું. આ વસ્તુને કોઈ કઈ રીતે ખોટા એંગલથી જોઈ શકે છે.

પૂજાએ આ જ ઈન્ટરવ્યુમાં આગળ જણાવ્યું હતું કે શાહરુખે મને એક વખત કહ્યું હતું કે જ્યારે તને દીકરીઓ થશે, સંતાનો થશે તો ઘણી વખત તેઓ કહે છે કે મમ્મી-પપ્પા એક કિસ. હું આજે પણ આ ઉંમરમાં પણ 10 પાઉન્ડની એ બાળકી છું મારા પિતા માટે અને તેઓ પણ મારા માટે જિંદગી ભર એ જ રહેશે. લોકો આ વસ્તુને ખોટી રીતે જોઈ રહ્યા છે એ આપણા કન્ટ્રોલમાં નથી.

આપણ વાંચો: Varun Dhawanએ Kiara Adwaniને કરેલી કિસ બાબતે કહી એવી વાત કે…

પૂજાનું એવું પણ માનવું છે કે જો કોઈ વ્યક્તિને આમાં કંઈ ખોટું દેખાય છે તો તે એની માનસિકતા દેખાડે છે. આ એક નિર્દોષ પળ હતી. પરંતુ જેમને જે જોવું છે એ જોશે, જેમને જે વિચારવું હશે એ વિચારશે. આપણે અહીં બધાની સામે પોતામની જાતને નિર્દોષ સાબિત કરવા નથી બેઠા. જો લોકો બાપ-દીકરીના સંબંધને આ દ્રષ્ટિએ જોઈ શકે છે તો તેઓ કંઈ પણ વિચારી શકે છે.

પૂજા ભટ્ટનો આ જવાબ ટ્રોલર્સના મોઢા પર મારેલો કચકચતો તમાચો હતો અને આ ઈન્ટરવ્યુ પણ એ સમયે ખાસ્સો એવો વાઈરલ થયો હતો. છેલ્લાં કેટલાય સમયથી પૂજા ઈન્ડસ્ટ્રી અને ફિલ્મોથી દૂર છે. છેલ્લે તે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં જોવા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button