‘છાવા’ ફિલ્મ પહેલા પણ આ ફિલ્મને લઈને દેશભરમાં હિંસક પ્રદર્શનો થયા હતા, જાણો લિસ્ટ…

મુંબઈઃ વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ ફિલ્મ અત્યારે ચર્ચામાં છે. ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. આ ફિલ્મમાં ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ પર કેવી રીતે અત્યાચાર ગુજાર્યો હતો તે બતાવવામાં આવ્યું છે. ફિલ્મ જોઈને લોકો તેનાથી ખૂબ પ્રભાવિત થયા છે. ‘છાવા’ ફિલ્મ બાદ હવે ઔરંગઝેબને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઔરંગઝેબની કબરને લઈને વિવાદ છે. તેને દૂર કરવા માંગ ઉઠી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં તણાવનું વાતાવરણ નિર્માણ થયું છે. નાગપુરમાં હિંસક દેખાવો ચાલી રહ્યા છે. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : નાગપુર હિંસા પૂર્વયોજિત લાગે છે, ‘છાવા’ ફિલ્મે લોકોની ભાવનાઓને ફરી ભડકાવી: ફડણવીસ…

આ પહેલા પણ ઘણી ફિલ્મોને લઈને વિવાદો થયા છે. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’ને લઈને ઘણો વિવાદ થયો હતો. ક્ષત્રિય સમાજે દિલ્હીમાં ફિલ્મનો વિરોધ કર્યો હતો. તેમનો આક્ષેપ હતો કે ફિલ્મમાં ક્ષત્રિય સમાજને યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યો નથી.

અક્ષય કુમારની ‘ઓહ માય ગોડ’ ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મને લઈને પણ ઘણો વિવાદ થયો હતો. આ ફિલ્મ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. ફિલ્મને લઈને દેખાવો થયા હતા. પંજાબના ઘણા જિલ્લામાં આ ફિલ્મને રિલીઝ પણ થવા દેવામાં આવી નહોતી. અક્ષય કુમારને થપ્પડ મારવાની શરત લાગી હતી.

શાહિદ કપૂરની ફિલ્મ ‘હૈદર’ 2014માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ વિશાલ ભારદ્વાજે બનાવી હતી. આ ફિલ્મ શેક્સપિયરના હેમ્લેટ પરથી પ્રેરિત હતી. ફિલ્મમાં કાશ્મીરને જે રીતે બતાવવામાં આવ્યું છે તેને લઈને ઘણો વિવાદ થયો હતો. ફિલ્મને લઈને માનવાધિકાર ઉલ્લંઘનનો મુદ્દો ખોટી રીતે ઉપાડવામાં આવ્યો હતો.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ના શૂટિંગ સમયથી જ વિવાદ શરૂ થયો હતો. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. સંજય લીલા ભણસાલીને થપ્પડ મારવામાં આવી હતી. જયપુરમાં શૂટિંગ દરમિયાન રાજપૂત કરણી સેનાએ તોડફોડ કરી હતી. ફિલ્મને લઈને ઘણાં પ્રદર્શન થયાં હતાં. ઘૂમર ગીતને લઈને પણ વિવાદ થયો હતો.
આ પણ વાંચો : ‘આજકાલ પ્રોપગંડા ફિલ્મો બની રહી છે’ જયા બચ્ચન અને પ્રિયંકા ચતુર્વેદી બોલીવૂડ અને રાજકારણ વિષે ખુલ્લીને વાત કરી

જ્હોન અબ્રાહમની ‘મદ્રાસ કેફે’ 2013માં રિલીઝ થઈ હતી. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ ફિલ્મ પર લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમની ઈમેજ ખરાબ કરવાનો આરોપ હતો. આ ફિલ્મને લઈને ઘણો વિરોધ થયો હતો. તમિલનાડુમાં દેખાવો થયા હતા. યુનિવર્સિટીઓમાં પણ વિરોધ પ્રદર્શનો થયા હતા.