આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં નવીન સરસાવ જૂથ યોજના હેઠળ ગોધરા તથા ઘોઘંબાના 20 ગામોને પીવાનું પાણી મળશે…

ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat)નવીન સરસાવ જૂથ યોજના હેઠળ ગોધરા તથા ઘોઘંબાના 20 ગામોને પીવાના પાણીનો લાભ મળશે. આ અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે,ગુજરાતના તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી આપવાનો સરકારે નિર્ધાર કર્યો છે. આ અભિયાનના ભાગરૂપે નર્મદા મુખ્ય નહેર આધારિત બલ્ક પાઇપલાઇન દ્વારા પંચમહાલ જિલ્લામાં અંદાજિત રૂ. 31.62 કરોડના ખર્ચે નવીન સરસાવ જૂથ યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતના 56 તાલુકામાં ભૂગર્ભ જળનું સ્તર તળિયે પહોંચ્યું, સરકારે સ્વીકાર કર્યો

20 ગામોના અંદાજે 82,300 નાગરિકોને પીવાનું પાણી ઉપલબ્ધ થશે

પાણી પુરવઠા મંત્રીએ કહ્યું હતું કે, સરસાવ જૂથ યોજના શરૂ થવાથી પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના 16 તેમજ ઘોઘંબા તાલુકાના 04 એમ કુલ 20 ગામોના અંદાજે 82,300 નાગરિકોને પીવાનું પાણી ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો : જાહેર બાંધકામ પરીક્ષણ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ, રૂ. ૧૮૪ કરોડથી વધુની થઈ આવક

પાણી પુરવઠા યોજનાની કામગીરી હાલમાં પ્રગતિમાં

આ યોજના અંતર્ગત 11.79 MLD શુદ્ધિકરણ પ્લાન્ટ, બે ભૂગર્ભ સંપ, 05 પંપિંગ મશીન, 184 કિ.મી.ની વિસ્તરણ પાઇપ લાઇન, ગામોમાં RCCની પાણીની ટાંકીઓ,વિવિધ સંપ, કમ્પાઉન્ડ વોલ તેમજ સ્ટાફ ક્વોટર્સ જેવી આનુસાંગિક કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પાણી પુરવઠા યોજનાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે જે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button