નાગપુરમાં 98 વર્ષ પહેલાં ફાટી નીકળેલું હિંસક તોફાન, એ જ મહલ વિસ્તાર અને એ જ પેટર્ન…

મહારાષ્ટ્રના નાગપુરમાં સોમવારની સાંજે ઔરંગઝેબના નામે પર જોરદાર બબાલ થઈ અને તોફાનો ફાટી નીકળ્યા. આ તોફાનોએ હિંસક વળાંક લઈ લીધો અને તોફાનીઓએ કાર બાળી, દુકાનોમાં તોડફોડ કરી. એટલું જ નહીં ડીસીપી લેવલના ત્રણ અધિકારીઓ સહિત બારેક પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે છ નાગરિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને એમાંથી એક તો આઈસીયુમાં એડમિટ છે. આ ઘટના બાદ સરકાર એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને સુરક્ષા દળો ફ્લેગ કરી રહ્યા છે.
હાલમાં નાગપુરમાં ભલે શાંતિ છે, માહોલ એટલો જ તણાવપૂર્ણ છે. જોકે, આ પહેલી વખત નથી કે નાગપુરમાં પરિસ્થિત એટલી હદે વણસી ગઈ હોય, આ પહેલાં પણ નાગપુર આવું જ હિંસક તોફાન ફાટી નીકળ્યું હતું ચાલો નજર કરીએ નાગપુરના ઈતિહાસ પર…
આપણ વાંચો: નાગપુર હિંસા પૂર્વયોજિત લાગે છે, ‘છાવા’ ફિલ્મે લોકોની ભાવનાઓને ફરી ભડકાવી: ફડણવીસ…
100 વર્ષ પાછળ જઈને જોઈએ તો નાગપુરમાં આ જ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી, જ્યાં સોમવારે હિંસા ભડકી ઉઠી હતી. આજથી 98 વર્ષ પહેલાં એટલે કે ચોથી સપ્ટેમ્બર, 1927ના આ તોફાન ફાટી નીકળ્યું હતું, જેમાં 25 લોકોના મૃત્યુ થયા હતા અને 180 લોકોને ઈજા પહોંચી હતી અને એ સમયે આ ઘટનાની નોંધ દેશના અખબારોએ તો લીધી જ હતી, પરંતુ ન્યુયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ જેવા અખબારોએ પણ લીધી હતી. આજે પણ આ રિપોર્ટ્સ જેમના તેમ જોવા મળી શકે છે.
રસપ્રદ વાત તો એ છે કે આજથી 100 વર્ષ પહેલાં ફાટી નીકળેલી હિંસાની પેટર્ન એકદમ એક જેવી જ હતી, જેવી પેટર્ન સોમવારે જોવા મળી હતી. હિંદુ સંગઠનના લોકો લક્ષ્મી પૂજા બાદ શોભાયાત્રા કાઢી રહ્યા હતા એ સમયે બીજા પક્ષના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો.
આપણ વાંચો: નાગપુરમાં આખી રાત ભારેલા અગ્નિ જેવી સ્થિતિઃ પોલીસનો સખત બંદોબસ્ત, કર્ફ્યુ લગાવાયો
એ દિવસે હિંદુ પક્ષ મહાલક્ષ્મીની શોભાયાત્રા કાઢી રહ્યા હતા. મહલ વિસ્તારમાં જ્યારે આ શોભાયાત્રા પહોંચી ત્યારે મુસ્લિમ સમુદાયના લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. વિવાદ વણસ્યો અને હિંસા ફાટી નીકળી જે બાદમાં લોહિયાળ બની.
રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો હિંદુઓના ઘરને ટાર્ગેટ કરતાં તોફાનો કરવામાં આવ્યા.
આ હિંસામાં 25 લોકો મૃત્યુ પામ્યા હતા અને 180 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ત્રણ-ત્રણ દિવસ સુધી આ હિંસા ચાલી હતી. આવું જ કંઈક સોમવારે પણ જોવા મળ્યું હતું. જ્યાં ઔરંગઝેબની કબરને હટાવવાની માંગ સાથે કેટલાક સંગઠનના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુસ્લિમ લોકો પણ સામે આવ્યા અને બંને પક્ષો વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ અને ધીરે ધીરે આ ઝપાઝપી અને તોફાનોએ હિંસક વળાંક લઈ લીધો.