મનોરંજન

Salman Khanનો આવો સ્વેગ તો તમે નહીં જ જોયો હોય, વિશ્વાસ ના હોય તો જોઈ લો…

બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન (Salman Khan)ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ સિકંદરનું નવું ગીત સિકંદર નાચે રીલિઝ થયું છે. આ ગીતના ટીઝરે દર્શકોમાં જોરદાર ઉત્સુક્તા જગાવી હતી અને હવે આખું ગીત રીલિઝ થતાં હવે આ ગીતની દિવાનગી ફેન્સમાં સ્પષ્ટપણે જોઈ શકાય એમ છે.

ગીતમાં સલમાન ખાન સ્વેગ સાથે હૂક અપ સ્ટેપ્સ જોવા મળી રહ્યા છે. આ ગીતમાં ડબકે ડાન્સ ફોર્મ જોવા મળી રહ્યો છે જે મૂળ ફિલિસ્તાન, સીરિયા અને લેબનનમાં કરવામાં આવે છે.

આપણ વાંચો: Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ , સલમાન ખાન એક્શન સિનમાં જોવા મળ્યો

સલમાનના ડાન્સની સાથે સાથે ગીત માટેનો આલિશાન સેટ એને વધારે ગ્રાન્ડ બનાવે છે. આ ટ્રેકમાં સલમાન ખાન પોતાની સિગ્નેચર સ્ટાઈલ અને દમદાર ડાન્સ મૂવ્ઝથી એકદમ છવાઈ ગયો છે. જ્યારે ફિલ્મની હિરોઈન રશ્મિકા મંદાના દરેક ફ્રેમમાં પોતાના ગ્રેસ અને એનર્જીથી કમાલ દેખાડી રહી છે. ગીતના વિઝ્યુઅલ્સ અને મ્યુઝિકલ ટ્રીટ બંને ફેન્સને એન્ટરટેઈન્ટ કરી રહ્યા છે.

એટલું જ નહીં પણ આ ગીતની ભવ્યતાને એક નવા લેવલ પર લઈ જવાનો સંપૂર્ણ શ્રેય પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા અને ડિરેક્ટર એ આર. મુરુગદોસને જાય છે. જેમણે શાનદાર બેકડ્રોપ અને તુર્કીના ખાસ ડાન્સર્સને સામેલ કરીને આ ગીતને વધારે ગ્રાન્ડ બનાવ્યો છે. સલમાન અને રશ્મિકાની સાથે તુર્કીના ડાન્સર્સ સંપૂર્ણપણે તાલથી તાલ મિલાવીને સ્ટેપ્સ કરી રહ્યા છે, જેને કારણે ગીતમાં એક નવો ચાર્મ ઉમેરાયો છે.

આપણ વાંચો: ફિલ્મ રિલિઝ થાય તે પહેલા સલમાન ખાનનો સિકંદર અવતાર, જુઓ શું છે ખાસ…

સોશિયલ મીડિયા પર આ ગીત ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે અને ફેન્સને રશ્મિકા અને સલમાન ખાનની કેમેસ્ટ્રી પસંદ આવી રહી છે. સલમાન ખાન લાંબા સમય બાદ ફિલ્મ સિકંદરથી મોટા પડદા પર દમદાર કમબેક કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સાઉથની સુપરસ્ટાર રશ્મિકા મંદાના પણ જોવા મળશે. આ ફિલ્મ ઈદના દિવસે રીલિઝ થવા જઈ રહી છે અને દર્શકો તેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

સિકંદરનું નવું ગીત જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયા આપતા કહી રહ્યા છે કે સલમાન ખાન ફેન્સને જોરદાર ઈદી આપવા માટે ફૂલફોર્મમાં આવી રહ્યા છે. તમે પણ ના જોયું હોય તો આ ગીતની એક ઝલક જોઈ જ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button