સુરત

અમદાવાદ બાદ સુરતમાં પણ અસામાજિક તત્વોના મકાન પર બુલડોઝર ફરી વળ્યું…

Surat News: ગુજરાતમાં કાયદા અને કાનૂનની કથળેલી સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર રાજ્યમાં સક્રિય હોય તેવી અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવા અને યાદી બનાવવા સુચના આપી હતી, જે અનુસંધાને અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારી ટોળકીના મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યા બાદ સુરત ઉધના ખાતે રાહુલ એપાર્ટમેન્ટ ગેંગના મકાન પર બુલડોઝર ફરી વળ્યું હતું.

આ પણ વાંચો : Surat માં સિક્યોરિટી ગાર્ડે દીવાલ પર પેશાબ કરતાં યુવકને રોકતાં કર્યું આવું, વીડિયો થયો વાઇરલ

પોલીસના કડક બંદોબસ્ત સાથે 3 મકાન તોડી પાડવામાં આવ્યા હતા. આરોપી રાહુલ દીપડે સામે ગુજસીટોક, મારામારી, હત્યા જેવા 22 ગુના નોંધાયેલા છે. ઉધના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેની સામે ગુજસીટોક, મારામારી, હત્યા જેવા 22 ગુના નોંધાયેલા છે. આ કાર્યવાહી વખતે આસપાસના પોલીસ મથકના અધિકારીઓ, મનપા અને એસ.આર.પીની ટીમની મદદ લેવામાં આવી હતી અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સૂર્યા મરાઠી મર્ડર કેસમાં સામેલ હતો રાહુલ
સુરતના ઉઘના વિસ્તારમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામથી ગેંગ ચલાવતા રાહુલ દીપડેએ સરકારી આવાસ નજીક ગેરયકાદે રીતે ત્રણ મકાનો બનાવ્યા હતા. જેનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃતિઓ માટે કરવામાં આવતો હતો. રાહુલ દીપડે સૂર્યા મરાઠી મર્ડર કેસ સહિત મારામારી અને હત્યા 22 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો.

આ પણ વાંચો : Surat માં રૂ.500ના દરની 9 હજારની ડુપ્લીકેટ ચલણી નોટ ઝડપાઈ, બે લોકોની ધરપકડ

ઉલ્લેખનીય છે કે સુરત ક્રાઈમ બ્રાન્ચે વિશેષ તપાસ દરમિયાન 1300 જેટલા ગુનેગારોને યાદી બનાવી છે. તેમાં 300 ગંભીર ગુનાઓમાં સામેલ છે. અમદાવાદના વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button