ચંદ્રાબાબુ નાયડુને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત…
ફાઈબરનેટ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુને મોટી રાહત આપી છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે હાલમાં આ કેસમાં કોઈની ધરપકડ થશે નહીં. હવે આ મામલામાં આગામી સુનાવણી 9 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે હાલમાં જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો છે. નોંધનીય છે કે ચંદ્રબાબુ નાયડુ હાલમાં સ્કિલ ડેવલપમેન્ટ કૌભાંડ કેસમાં જેલમાં છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આગાઉની સુનવણી દરમિયાન પણ કહ્યું હતું કે હાલમાં આ કેસમાં કોઈની ધરપકડ કરી શકાય નહીં. આ જ કેસમાં આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટે નાયડુને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આંધ્ર પ્રદેશ સરકારના વકીલે પણ નોટિસને સ્વીકારી હતી. અને સરકારે ખાતરી આપી હતી કે પોલીસ દ્વારા હાલમાં પૂર્વ મુખ્ય પ્રધાનની ધરપકડ કરશે નહિ.
વિજયવાડામાં સ્પેશિયલ એન્ટી કરપ્શન બ્યુરો કોર્ટે 12 ઓક્ટોબરે પ્રોડક્શન વોરંટ જારી કર્યું હતું અને રાજ્ય પોલીસને નાયડુને 16 ઓક્ટોબરે તેની સમક્ષ હાજર કરવા જણાવ્યું હતું. જેમાં આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો, જેણે ફાઈબરનેટ કેસમાં તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
નાયડુએ પોતાની અરજીમાં કહ્યું હતું કે કોર્ટમાં હાજર થયા બાદ તેમને ધરપકડનો ડર છે. ફાઈબરનેટ કેસમાં વર્ક ઓર્ડર ફાળવવામાં ટેન્ડરમાં કથિત હેરાફેરી સાથે સંબંધિત છે.