મનોરંજન

આમિરની લાડલીએ પિતા સાથેના સંબંધો પર કરી વાત, કહ્યું ફિલીંગ્સની વાત તેમની સાથે ન કરી શકું..

એક ઇન્ટરવ્યૂમાં આમિરની લાડલી આયરા ખાને કબૂલાત કરી હતી કે તે સીધી રીતે પિતા આમિર ખાન સાથે વાત નથી કરી શકતી. કેમ કે આમિર પોતાની પ્રોફેશનલ લાઇફને લઇને સતત વ્યસ્ત રહેતો હતો, તે ક્યારેય આયરા અને જુનૈદને સમય આપી જ શક્યો નથી. જો કે હવે આમિરને આ વાતનો પસ્તાવો છે.

આયરા ખાને જણાવ્યું હતું કે તેણે તેની માનસિક બિમારીઓને કારણે ઘણી તકલીફો વેઠી છે. આમ તો તેના માતપિતાએ સતત તેને સપોર્ટ કર્યો છે. પરંતુ તે આજે પણ ભાવનાત્મક લાગણીઓ વ્યક્ત કરવામાં કતરાય છે. કોઇપણ પિતાપુત્રી વચ્ચે જેવો સંબંધ હોય છે, તેવું ઇમોશનલ બોન્ડિંગ આયરાએ નાનપણમાં પિતા તરીકે આમિર ખાન સાથે કેળવ્યું નથી, અને એ વાતની ગંભીર અસર તેમના સંબંધો પર પડી છે. આ વાતનો આયરાએ ઇન્ટરવ્યુમાં એકરાર કર્યો હતો.

એક મીડિયા સંસ્થા સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે જ્યારે તેને કોઇ સમસ્યા હોય ત્યારે આમિર કરતા રીના દત્તા સાથે તેની ચર્ચા કરવી તેને માટે વધું સરળ છે. આયરાએ કહ્યું, “હું જ્યારે મેન્ટલ હેલ્થ સ્ટ્રગલ કરી રહી હતી ત્યારે તેમને જબરજસ્તી તેમના સંબંધો પર કામ કરવું પડ્યું. હજુપણ મને એમ થાય છે કે પિતા કરતા મારી માતા સાથે મુશ્કેલીઓ વિશે વાત કરવી વધુ સરળ છે. કારણકે મારા મગજમાં હંમેશા એવી વાત રહે છે કે તેઓ વ્યસ્ત છે. જો કે હવે હું બંને સાથે વાત કરું છું. તેમણે મને કહ્યું છે કે મને જ્યારે મન થાય ત્યારે હું તેમનો સંપર્ક કરી શકું છુ.”

આયરા રીના દત્તા અને આમિર ખાનનું સંતાન છે. આયરા પહેલા તેમને જુનૈદ કરીને દીકરો છે. આયરા ખૂબ જ જલ્દી તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્નબંધનમાં જોડાવાની છે. આમિરે તેના પર ટિપ્પણી આપતા કહ્યું હતું કે તે આયરાના લગ્નમાં ખૂબ જ રડવાનો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button