મનોરંજન

‘ફાઈટર’ ફેમ અભિનેત્રીના બોલ્ડ અવતારને જોઈને યૂઝર ભડક્યાં, કહ્યું કે…

ટીવી શો અને ફિલ્મોમાં પોતાના અભિનય માટે જાણીતી અભિનેત્રી સંજીદા શેખ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ‘ફાઈટર’ ફેમ અભિનેત્રી રોજ પોતાના નવા ફોટોની ઝલક બતાવતી રહે છે. તાજેતરમાં તેણે એક ફોટોશૂટ કરાવ્યું હતું, જેને જોઈને યૂઝરે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. અમુક લોકોએ ટ્રોલ કરીને સંજીદાને વખોડી હતી.

વાઈરલ ફોટોશૂટની તસ્વીરો જોઈને લોકો તેની લોકોએ જોરદાર ટીકા પણ કરી હતી. અમુક લોકોએ તેના વખાણ પણ કર્યા હતા તો ટ્રોલર્સ તેની મજાક ઉડાવી રહ્યા છે. સંજીદાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં સંજીદાએ પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો હતો.

તસવીરોમાં સંજીદા શેખ પીળા રંગના બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરો જોઈને કેટલાક લોકો ગુસ્સે થઈ ગયા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘શું તને બીજો કોઈ ડ્રેસ મળ્યો નહીં. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘તમને રમઝાન મહિનામાં આવું કરતાં શરમ નથી આવતી?’

વાઈરલ તસવીરો સામે આવી છે તેમાં સંજીદા શેખ કોન્ફિડન્ટ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ ટીવીની સાથે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો છે. વર્ષ 2024માં સંજીદાએ હિરામંડી અને ફાઈટર ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની શરૂઆત સારી રહી છે.

આ પણ વાંચો: રિજેક્શનને પોતાની પ્રેરણા બનાવી સફળતા મેળવી હતી ‘આ’ અભિનેત્રીએ

તમને જણાવી દઈએ કે સંજીદા શેખ અને આમિર અલીના થોડા વર્ષો પહેલા જ છૂટાછેડા થયા હતા. તાજેતરમાં આમિર અલી એક મિસ્ટ્રીગર્લ સાથે જોવા મળ્યો હતો. આ પછી લોકો કહેવા લાગ્યા કે આમિર ખૂબ ઝડપથી આગળ વધી ગયો. આ સાથે જ સંજીદાનું નામ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યું હતું.

જન્મે કુવૈતની પણ ગુજરાતની રહેવાસી એવી સંજીદા શેખે પહેલા ટેલિવિઝન ક્ષેત્રે કામ કર્યું હતું. શેખે ‘ક્યા હોગા નિમ્મો કા’, ‘મથુરિયા’, ‘કયામત’માં કામ કર્યું હતું. ત્યારબાદ ‘નચ બલિયે’માં પણ કામ કર્યું હતું. 2016માં ‘ઈશ્ક કા રંગ સફેદ’ ફિલ્મમાં ધાની તરીકે કામ કર્યું હતું,

આ પણ વાંચો: ડિવોર્સને લઈને Aishwarya Rai-Bachchan એ આપ્યું રિએક્શન, કહ્યું એ વિશે…

ત્યારબાદ 2017માં એક વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું. એના પછી હિન્દી ફિલ્મ ‘તૈશ’માં ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી શેખ ‘ફાઈટર’માં જોવા મળી હતી. ઉપરાંત, ‘હીરામંડી’માં સંજીદા શેખના કામની લોકોએ ભારોભાર વખાણ કર્યાં હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button