સારાએ કરી લીધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સાથે સગાઈ? ટૂંક સમયમાં જ કરશે લગ્ન…

હેડિંગ વાંચીને તમે પણ ગૂંચવાઈ ગયા ને? પણ અહીં તમે વિચારો છો એ સારા એટલે સચિન તેંડુલકરની લાડકવાયી સારા તેંડુલકરની વાત નથી થઈ રહી. હવે તમને થશે કે તો પછી અહીં બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનની વાત થઈ રહી છે તો એવું પણ નથી. આઈ નો હવે હવે તમને થશે કે તો પછી ભાઈ અહીંયા કઈ સારાની વાત થઈ રહી છે? થોડા ધીરા પડો અમે તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
આ પણ વાંચો: ભારત સામે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટને અલવિદા કહ્યું; આવી રહી કારકિર્દી…
અમે અહીં જે વાત કરી રહ્યા છીએ એ છે સારા પેથેરિક છે. સારા અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્પેન્સર જ્હોન્સને ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જ સગાઈ કરી લીધી હતી અને બંને જણ ટૂંક સમયમાં જ લગ્ન પણ કરવામા છે. હાલમાં યોજાયેલી આઈસીસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ટીમ ઈન્ડિયા વચ્ચે મેચ રમાઈ અને ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પરાજિત કરી દીધી હતી.

ફાસ્ટ બોલર સ્પેન્સર જ્હોન્સને ગયા વર્ષે જ સારા સાથે સગાઈ કરી હતી અને બંને જણ ટૂંક સમયમાં જ લગ્ન પણ કરવા જઈ રહ્યા છે. વર્ષોથી સ્પેન્સર અને સારા એક સાથે છે અને અવારનવાર ઈવેન્ટ્સમાં સાથે જોવા મળે છે. વાત કરીએ સારાની તો સારા એક આર્કિટેક્ચરલ ફર્મમાં કામ કરે છે અને સારા હંમેશા જ્હોન્સનને સપોર્ટ કરતી જોવા મળે છે. સારા અને સ્પેન્સરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ફેન્સ સાથે સગાઈના સમાચાર શેર કર્યા હતા.
આ પણ વાંચો: IND vs AUS: છેલ્લી બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, 19 વર્ષના ખેલાડીને તક મળી
અત્રે ઉલ્લેખનીય છે કે સારા તેંડુલકર અને ટીમ ઈન્ડિયાના ખિલાડી શુભમન ગિલનું નામ અવારનવાર જોડાતું હોય છે અને એવા અહેવાલો પણ સામે આવતા રહે છે કે સારા અને શુભમન એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, શુભમન કે સારા બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધોને લઈને ખુલીને કંઈ પણ કહ્યું નથી. આ ઉપરાંત શુભમનનું નામ સારા અલી ખાન અને રિદ્ધિમા પંડિત સાથે પણ જોડાઈ ચૂક્યું છે.