ધર્મતેજનેશનલ

અહી મુસ્લિમ પરિવાર બનાવે છે માતા દુર્ગાની મૂર્તિ…

ઝાંસી: ઝાંસીની ગંગા-જમુનાની સંસ્કૃતિની વાર્તાઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે. સાંપ્રદાયિક સૌહાર્દની વાત કરીએ તો રાણી લક્ષ્મીબાઈની સેનાના મુખ્ય સેનાપતિ ગુલામ ગૌસ ખાન હતા. અને બે ધર્મો વચ્ચે પરસ્પર પ્રેમ અને આદરનું ઉદાહરણ ઝાંસીની કાલીબારી દુર્ગા પૂજામાં વર્ષોથી જોઈ શકાય છે. પૂજવામાં આવતી મા દુર્ગાની મૂર્તિ તૈયાર કરવાનું કામ એક મુસ્લિમ પરિવાર છેલ્લા 60થી પણ વધુ વર્ષથી કરે છે.

હાલમાં મૂર્તિ તૈયાર કરવાનું કામ મોહમ્મદ ખલીલ કરે છે. તેઓ છેલ્લા 35 વર્ષથી આ કામ કરે છે. આ પહેલા તેમના પિતા મૂર્તિ બનાવવાનું કામ કરતા હતા. મૂર્તિઓ બનાવવાનું કામ છેલ્લી બે પેઢીઓથી થઈ રહ્યું છે. એક માન્યતા પ્રમાણે જ્યાં પૂજા કરવાની હોય ત્યાં જ મૂર્તિ તૈયાર કરવામાં આવે છે આથી મૂર્તિ અહીજ બનાવવામાં આવે છે. આ મૂર્તિ પરંપરાગત પદ્ધતિથી અને સંપૂર્ણપણે ઓર્ગેનિક રીતે બનાવવામાં આવે છે.

ખલીલે ખાસ એ બાબત જણાવી કે અહીં તૈયાર કરવામાં આવતી મૂર્તિમાં મા દુર્ગાનું સ્વરૂપ બિલકુલ એ જ છે જેની બંગાળમાં લાંબા સમયથી પૂજા કરવામાં આવે છે. તેના સ્વરૂપ સાથે કોઇ છેડછાડ કરવામાં આવી નથી. તેમજ મૂર્તિ વિસર્જન માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યાં પૂજા થાય છે તેની બાજુમાં જ એક તળાવ બનાવવામાં આવે છે. અને દશેરાના દિવસે આ જ તળાવમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button