રિજેક્શનને પોતાની પ્રેરણા બનાવી સફળતા મેળવી હતી ‘આ’ અભિનેત્રીએ
આજે કરોડોની નેટવર્થ ધરાવતા પરિવારની પુત્રવધુ છે

આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાને ખૂબ જ સામાન્ય માનતી હતી. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તે ગ્લેમરની દુનિયામાં પોતાનું સ્થાન બનાવી શકશે. કોલેજ દરમિયાન તેના મિત્રએ તેને સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા કહ્યું. પહેલા તેને લાગતું હતું કે તે તેમાં સફળ થઈ શકશે નહીં, પરંતુ તેણે હિંમત બતાવી અને ઓડિશન આપ્યું. જો કે, તેણે ત્યાં ઘણી ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો અને તેના દેખાવને કારણે તેને નકારી કાઢવામાં આવી, પરંતુ પછીથી તે ફિલ્મ ઉદ્યોગની રાણી બની ગઈ.

અહીં અમે વાત કરી રહ્યા છીએ 32 વર્ષની બ્યુટી શોભિતા ધૂલીપાલા વિશે, જે આજે ઈન્ડસ્ટ્રીની સફળ અને ટોચની અભિનેત્રીઓમાંની એક છે. પરંતુ અહીં સુધીની તેની સફર એટલી સરળ નહોતી. એક ઓડિશન દરમિયાન તેને એટલી અપમાનિત કરવામાં આવી હતી કે એક જાહેરાતમાં તેની જગ્યાએ એક કૂતરાને કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ તેને માટે મોટો આંચકો હતો, પરંતુ તેણે હાર સ્વીકારવાને બદલે તેને પોતાની તાકાત બનાવી લીધી. આ પછી, તેણે મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને ઘણા ખિતાબ પણ જીત્યા.
આ પણ વાંચો: લગ્નના છ જ દિવસમાં નવી નવેલી દુલ્હન બનેલી એક્ટ્રેસે બદલ્યો રંગ…
31 મે, 1992ના રોજ વિશાખાપટ્ટનમમાં જન્મેલી શોભિતા ધુલીપાલાના પિતા મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર હતા અને માતા શિક્ષિકા હતી. તેમનું બાળપણ ખૂબ જ સામાન્ય હતું, પરંતુ તેને બાળપણથી જ નૃત્ય અને કલામાં ખૂબ જ રસ હતો.તેણે ભરતનાટ્યમ અને કુચીપુડી જેવા શાસ્ત્રીય નૃત્ય શીખ્યા. તે અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતી. તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એચઆર બિઝનેસ અને ઈકોનોમિક્સમાં ડિગ્રી મેળવી. આ પછી, તેણે મોડેલિંગ અને અભિનયમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું અને ઘણા ઓડિશન આપ્યા.

શોભિતાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી અને 2013માં ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં રનર્સ અપ રહી હતી. આ પછી તેણે 2016માં અનુરાગ કશ્યપની ફિલ્મ ‘રમન રાઘવ 2.0’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી, તેણે ‘ગુડાચારી’ (2018), ‘મેડ ઇન હેવન’ (2019), ‘મૂથોન’ (2019), ‘કુરૂપ’ (2021) અને ‘પોનીયિન સેલવાન’ (2022) જેવી ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું. તાજેતરમાં, તેણે ‘ધ નાઈટ મેનેજર’ (2023) અને ‘મંકી મેન’ (2024) માં પણ કામ કર્યું, જેણે તેની ઓળખને વધુ મજબૂત કરી.
આ પણ વાંચો: Viral Video: મંદિરમાં નાગાર્જુને નવી નવેલી વહુ શોભિતા ધૂલીપાલા સાથે કર્યું કંઈક એવું કે…
સાઉથ અને બોલીવુડ સિવાય શોભિતાએ હોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. આજે, એક સફળ અભિનેત્રી હોવા ઉપરાંત, શોભિતા નાગા ચૈતન્યની પત્ની પણ છે. બંનેએ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગયા વર્ષે લગ્ન કર્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર, તે દરેક ફિલ્મ માટે 70 લાખથી 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેની કુલ સંપત્તિ સાતથી 10 કરોડ રૂપિયા છે, જ્યારે નાગા ચૈતન્યની કુલ સંપત્તિ 154 કરોડ રૂપિયા છે. જયારે નાગાર્જુનની કુલ સંપત્તિ 3010 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
