ગાંધીનગર

ગુજરાતમાં Dholera Expressway ની કામગીરી પૂરજોશમાં, કામગીરી આ મહિના સુધી પૂર્ણ થવાની શકયતા

ગાંધીનગર: ગુજરાતના આકાર પામી રહેલા ધોલેરા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત બની રહેલા ધોલેરા એકસપ્રેસની(Dholera Expressway)કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે.

આ અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા મંત્રીએ કહ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેના એમ્બેન્કમેન્ટના બાંધકામમાં આશરે 35 લાખ ઘન મીટર રિસાઇકલ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવનાર છે.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની 109 કિ.મી. લંબાઇના રસ્તાની કામગીરી કેન્દ્ર સરકાર દ્વારા મે-2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન હોવાનું રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા જણાવ્યું હતું .

જયારે અમદાવાદના લગભગ 80 એકર જમીનમાં વિસ્તૃત વેસ્ટ પૈકી 29 એકર જમીન વેસ્ટમુક્ત થશે. આ ઉપરાંત અલગ-અલગ થર્મલ પાવર સ્ટેશનમાંથી અંદાજિત 173.82 લાખ ઘન મીટર ફ્લાયએશનો જથ્થો પણ એક્સપ્રેસ-વેના બાંધકામમાં વપરાશમાં લેવામાં આવશે.

આપણ વાંચો: Delhi Mumbai એકસપ્રેસ વે પર નિર્માણાધીન ટનલનો એક હિસ્સો તૂટયો, ચાર મજૂર ઘાયલ, એકનું મોત

25,000 વાહનોની અવર જવરની ક્ષમતા

એક્સપ્રેસ-વેની બંને બાજુ ગ્રીન બેલ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ માટે કુલ આશરે 97.19 હેક્ટર વિસ્તારમાં 97,195 જેટલાં વૃક્ષોની વાવણી પણ કરવામાં આવશે. આ વિસ્તારના વન્યજીવનની અવરજવરને ધ્યાને રાખીને 4.50 મીટર x 7મીટર સાઇઝના વાઇલ્ડ લાઇફ ક્રોસિંગની જોગવાઇ પણ કરવામાં આવી છે. એક્સપ્રેસ-વે દૈનિક બંને બાજુ આશરે 25,000 વાહનોની અવર જવરની ક્ષમતાને ધ્યાને લઇ ડિઝાઇન કરવામાં આવેલ છે. જેના પર મહત્તમ સ્પીડ લિમિટ 120 કિ.મી. પ્રતિ કલાકની રહેશે.

SIR સુધી ફ્રેઇટ રેલનું બાધકામ કરવાનું આયોજન

મંત્રીએ કહ્યું કે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સદર એક્સપ્રેસ-વેને ચાર-લેનમાંથી બાર-લેન સુધી પહોળો કરી શકાય, તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે. જ્યારે સ્થાનિક કનેક્ટીવીટીમાં વધારો કરવા માટે આ એક્સપ્રેસવે પર ચાર રસ્તાઓ માટે અડાલજ જેવા ક્લોવરલીફનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો: સ્પીડમાં દોડી રહેલી એકસપ્રેસ ટ્રેનના દરવાજા પર રીલ બનાવી રહ્યો હતો યુવક અને પછી થયું કંઈક એવું કે…

ધોલેરા SIR માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ધોલેરા મેટ્રો રેલ ટ્રાન્સપોર્ટ તથા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર અન્વયે ભીમનાથથી ધોલેરા SIR સુધી ફ્રેઇટ રેલનું બાધકામ કરવાનું આયોજન છે.

8 લાખ જેટલી રોજગારીનું સર્જન થવાની શક્યતા

આ ઉપરાંત પોલિકેબ દ્વારા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઉત્પાદન યુનિટના નિર્માણની તથા ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રા.લિ. દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી નિર્માણની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. સમગ્ર ધોલેરા SIRદ્વારા ભવિષ્યમાં 8 લાખ જેટલી રોજગારીનું સર્જન થવાની શક્યતા છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button