કોહલીને સૌથી વધુ ક્યા બોલર સામે રમવામાં મુશ્કેલી પડે છે, જાણો છો?

બેંગ્લૂરુ: વિરાટ કોહલી થોડા મહિનાઓથી કોઈ પણ બોલરના ઑફ સ્ટમ્પ પરના કે બહારના બૉલમાં બહુ સસ્તામાં વિકેટકીપરના હાથમાં કે સ્લિપમાં કૅચઆઉટ થઈ રહ્યો છે, પરંતુ એકંદરે તેને અત્યાર સુધીના તમામ બોલર્સમાંથી સૌથી વધુ જે બોલરના બૉલમાં રમવાનું સૌથી મુશ્કેલ લાગ્યું છે એની દિલ ખોલીને વાત તેણે તાજેતરમાં એક ઈવેન્ટ વખતે કરી હતી.
Also read : IPL 2025: GT પહેલી મેચ કોની સામે રમશે? આવી હોઈ શકે છે પ્લેઇંગ ઇલેવન…
આઈપીએલ બાવીસમી માર્ચે શરૂ થશે અને એ દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)ની પ્રારંભિક મૅચ ઈડન ગાર્ડન્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) સામે રમાશે. જોકે કોહલી જે સૌથી ટફ બોલરની વાત કરી રહ્યો છે એ કેકેઆરની ટીમમાં નથી.
કોહલીને સૌથી પરેશાન કરી મૂકતો બોલર મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ) ટીમમાં છે અને આરસીબીનો એમઆઈ સામે પ્રથમ મુકાબલો છેક સાતમી એપ્રિલે વાનખેડેમાં થશે. કોહલીને જસપ્રીત બુમરાહ સૌથી મુશ્કેલ અને સૌથી પડકારરૂપ બોલર લાગે છે.
કોહલી કહે છે, ‘મારી દ્રષ્ટિએ બુમરાહ તમામ ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ બોલર છે. તેણે મને આઈપીએલમાં કેટલીક વાર આઉટ કર્યો છે. તેની સામે જયારે પણ રમવાનો સમય આવે એને હું મોજ માનવાના અવસર તરીકે ગણીને જ રમું છું. ટીમ ઇન્ડિયા માટેની નેટ પ્રેક્ટિસમાં પણ અમે મૅચમાં સામસામે રમતા હોઈએ એ રીતે રમીએ છીએ. તે હંમેશાં મને આઉટ કરવાનો પ્રયત્ન કરે છે અને હું આઉટ કેવી રીતે ન થવું એ વિચારું છું અને ફટકાબાજી કરું છું.
Also read : IPL 2025 માં બે ગુજરાતી સંભાળશે ટીમની કમાન, 5 ટીમ નવા કેપ્ટન સાથે ઉતરશે…
બુમરાહ પીઠના દુખાવાને લીધે આઈપીએલની શરૂઆતની થોડી મૅચ નથી રમવાનો.