
Delhi: ભારતમાં વક્ફ બોર્ડને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં રેલવે અને ડિફેન્સ બાદ સૌથી વધારે જમીન વક્ફ બોર્ડ (waqf Board) પાસે છે. દેશમાં વક્ફ બોર્ડ પાસે 8 લાખ એકરથી વધુ જમીન હોવાનું કહેવાય છે. એટલું જ નહીં પરંતુ વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયા (Waqf Asset Management System of India)ના ડેટા દર્શાવે છે કે, દેશમાં વકફની 8 લાખ 72 હજાર 321 સ્થાવર અને 16 હજાર 713 જંગમ મિલકતો છે. હવે બોર્ડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વક્ફ બોર્ડની જમીન સરકાર હસ્તક લેવા માટે વિચારણા ચાલી રહી છે. જેનો મુસ્લિમો સાથે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
Also read : હાઈ કોર્ટના આદેશ પછી સંભલમાં જામા મસ્જિદને રંગવાનું કામ શરૂ
વક્ફ સંશોધન બિલને પણ પાછો ખેંચવા માટે આ વિરોધ પ્રદર્શન
આજે દિલ્હીના જંતર મંતર મેદાનમાં ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (All India Muslim Personal Law Board) દ્વારા વક્ફ(સંશોધન) બિલ 2024 (Waqf (Amendment) Bill 2024)ના સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. માત્ર ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ જ નહીં પરંતુ જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદની, AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી, ટીએમસીના સાંસદ અબુ તાહિર, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના સાંસદ ઇટી બસીર, સીપીઆઈના મહાસચિવ સૈયદ અઝીઝ પાશા અને સીપીઆઈએમએલના સાંસદ રાજા રામ સિંહ પણ પહોંચ્યા છે.
વક્ફનું રક્ષણ પણ જરૂરી છે: મુસ્લિમ નેતા
મુસ્લિમ સંગઠનો સાથે જોડાયેલી મોટાભાગની પાર્ટીઓ આ વિરોધ પ્રદર્શનમાં સામલે થઈ છે. એટલું જ નહીં પરંતુ જેમ ખેડૂત કાયદાને પાછા ખેંચાવ્યાં હતા તેવી રીતે આ કાયદાને પણ પાછો ખેંચવા માટે આ વિરોધ પ્રદર્શ થઈ રહ્યું છે. આ બિલ પાસ ના થાય તે માટે મુસ્લિમ નેતા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. AIMPLB પ્રવક્તા SQR ઇલિયાસે કહ્યું કે, જો સરકાર એટલી કાયર છે કે તે કોઈનું સાંભળી શકતી નથી, તો આવી સરકારને સરકાર ચલાવવાનો કોઈ અધિકાર નથી.
ભારત કોઈના બાપની મિલકત નથીઃ ઉબૈદુલ્લાહ આઝમી
એક મુસ્લિમ નેતાએ કહ્યું કે, દરેક ધર્મિક બાબતોનું રક્ષણ કરવું એ ભારતીય બંધારણનો અધિકાર છે. જે આપણાં માટે નમાઝ અને રોજા જરૂરી છે, તેવી જ રીતે વક્ફની રક્ષા કરવી પણ જરૂરી છે. સરકારે વકફ જમીન પર અતિક્રમણ કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈતી હતી, પરંતુ સરકારે વકફ જમીન પર કબજો કરવા માટે કાયદો બનાવ્યો. આપણે ભારતને ગુલામીના આધારે નહીં પણ વફાદારીના આધારે સ્વીકાર્યું છે.
Also read : Kedarnathમાં ગેર-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગ, ધારાસભ્યએ કરી આ રજૂઆત
આઝાદ ભારતમાં આટલી નફરત ક્યારેય નથી જોઈઃ ઉબૈદુલ્લાહ આઝમી
મોટાભાગના મુસ્લિમ નેતાઓ દ્વારા વક્ફ બોર્ડ સુધારા બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અહી માત્ર વક્ફ બોર્ડ જ નહીં પરંતુ હોળી પર મસ્જિદોને ઢાંકવામાં આવી હતી તેનો પણ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. એક મુસ્લિમ નેતા ઉબૈદુલ્લાહ આઝમીએ કહ્યું કે, આઝાદ ભારતમાં આટલી નફરત ક્યારેય નથી જોઈ. કહ્યું કે, તમે શાસન કરી રહ્યા છો અને નફરતની જ્વાળાઓને ભડકાવી રહ્યા છો. હિન્દુનો ‘હ’ અને મુસ્લિમનો ‘મ’ સાથે મળીને ‘હમ’ બને છે, જેનાથી દેશને આઝાદી મળી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.