મનોરંજન

આર્યન ખાનની કાર ટ્રાફિકમાં ફસાઈ ને પછી…

કિંગ ખાન આજકાલ પોતાની છેલ્લી બે ફિલ્મો હીટ ગઈ તેનો જશ્ન મનાવી રહ્યો છે. જોકે એકાદ વર્ષ પહેલા ખાને ખૂબ ખરાબ સમય જોયો જ્યારે તેનો દિકરો ડ્રગ્સના કેસમાં જેલહવાલે થયો હતો. ફિલ્મો હીટ જતી ન હતી અને કિંગ ખાન દિકરાને લીધે પણ પરેશાન હતો.

પર અબ દુઃખ ભરે દિન બીતે રે ભૈયાની જેમ તેની બે ફિલ્મો સુપરહીટ ગઈ છે અને કોરોડની કમાણી પણ કરી છે. બીજી બાજુ તેના સંતાનોના એક યા બીજા કારણે વખાણ થાય છે. અગાઉ તેની દીકરી સુહાનાનો અન્યોને મદદ કરતો વીડિયો વાયરલ થયો હતો ત્યારે હવે તેના દિકરા આર્યનનો વીડિયો વાયરલ થયો છે અને લોકોની વાહવાહી મેળવી રહ્યો છે.

આ વીડિયોમાં આર્યન ખાનની કાર મુંબઈના ટ્રાફિકમાં ફસાયેલી જોવા મળી હતી. આ સમય દરમિયાન કેટલીક ગરીબ મહિલાઓ તેની કારની સામે આવી રહી હતી અને તેની પાસે પૈસા માંગી રહી હતી. હોઈ શકે મહિલાઓને ખબર નહીં હોય કે કારની અંદર કોણ છે. આર્યન પોતે તો બહાર ન આવ્યો પણ તેણે તેના ડ્રાયવરને પૈસા લઈ બહાર મોકલ્યો ને તમામ માગનારી છોકરીઓને પૈસા આપ્યા. આ વીડિયો કોઈકે અપલૉડ કર્યો તો યુઝર્સે પણ તેની દરિયાદિલીના વખાણ કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે