મનોરંજન

આ મલયાલમ સુપરસ્ટારને કેન્સર થયું? એક્ટરની ટીમે નિવેદન જાહેર કરી જાણકારી આપી…

મુંબઈ: મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા મમૂટી (Mammootty) ઘણા સમયથી ફિલ્મને સેટ પર દેખાયા નથી, જેને કારને એવી ચર્ચા શરુ થઇ હતી કે તમને ગંભીર બીમારી થઇ છે અને તેના ઈલાજ માટે કામથી બ્રેક લીધો છે. એવી ચર્ચાઓ થઇ રહી છે કે તેઓ કિનકોલન કેન્સરથી પીડાઈ રહ્યા છે, જેને કારણે મમૂટી ચાહકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. હવે આ ચર્ચા અંગે મમૂટીની ટીમ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.

India Today

મમૂટીની ટીમે એક નિવેદન બહાર પાડ્યું છે, નિવેદનમાં જણાવવામાં આવ્યું કે મમૂટી એકદમ સ્વસ્થ છે. કેન્સરના સમાચાર ખોટા છે. તેઓ રમઝાન મહિનામાં રોઝા રાખી રહ્યા છે, જેને કારણે તેમણે શૂટિંગ શેડ્યૂલમાંથી પણ બ્રેક લીધો છે. આ નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બ્રેક બાદ મમૂટી શૂટિંગ પર પરત ફરશે. તેઓ મોહનલાલ સાથે મહેશ નારાયણનની ફિલ્મના શૂટિંગમાં જોડાશે.

Also read:અનંત-રાધિકાના લગ્ન પછીની પહેલી હોળીની અંબાણી પરિવારે કરી ભવ્ય ઉજવણી, કોણ રહ્યું હતું હાજર?

150 દિવસનું શૂટિંગ શેડ્યૂલ:
ઉલ્લેખનીય છે કે મહેશ નારાયણનની અગામી ફિલ્મમાં મમૂટી અને મોહનલાલ સાથે જોવા મળશે, જેનું શૂટિંગ શ્રીલંકામાં કરવામાં શરુ થશે. શૂટિંગ શેડ્યૂલ 150 દિવસનું હશે. શ્રીલંકા ઉપરાંત લંડન, અબુ ધાબી, અઝરબૈજાન, થાઇલેન્ડ, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, દિલ્હી અને કોચી સહિત અનેક સ્થળોએ શૂટિંગ કરવામાં આવશે.

આ ફિલ્મમાં ફહાદ ફાસિલ, નયનતારા અને કુંચાકો બોબન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા છે. ફિલ્મનું ટાઇટલ હજુ સુધી ફાઇનલ થયું નથી. તેનું કામચલાઉ શીર્ષક MMMN છે.

Also read: અચાનક એ.આર. રહેમાનની તબિયત લથડતા ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ…

આ સિવાય, મમૂટી એક્શન થ્રિલર ફિલ્મ ‘બાઝૂકા’ માં જોવા મળશે છે. આ ફિલ્મનું દિગ્દર્શન ડીનો ડેનિસ દ્વારા કરવામાં આવ્યું છે, દિગ્દર્શક તરીકે આ તેમની પહેલી ફિલ્મ છે. ફિલ્મ 10 એપ્રિલ, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. મામૂટીની છેલ્લી રિલીઝ ગૌતમ વાસુદેવ મેનનની ‘ડોમિનિક એન્ડ ધ લેડીઝ પર્સ’ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button