
Vande Bharat Express: લાંબાગાળાની મુસાફરી કરવા માટે સૌથી બેસ્ટ વિકલ્પ રેલવે છે. ઓછા રૂપિયામાં ઝડપી મુસાફરી કરી શકાય છે. એમાં પણ ભારતીય રેલવેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેની વાત કરવામાં આવે તો, તો ગતિ મામલે આ મોટી ક્રાંતિ સાબિત થઈ છે. ભારતીય અર્થવ્યવસ્થામાં પણ વંદે ભારત ટ્રેનનું સારૂ એવું યોગદાન રહ્યું છે. લોકોએ આ ટ્રેન વખાણ પણ એટલા જ કર્યાં છે. વંદે ભારત ટ્રેન 160 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે દોડે છે.
Also read : સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ…
160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે વંદે ભારત એક્સપ્રેસ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં ડિઝાઇન કરવામાં આવી છે. વંદે ભારત એક્સપ્રેસને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ ધીરે ધીરે તેની ગતિમાં ઘટાડો થયો હોવાનું રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે. તો પ્રશ્ન એ થાય છે કે, આખરે શા માટે તેની ગતિમાં ઘટાડો થઈ રહ્યો છે? 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા હોવા છતાં તેની ગતિમાં કેમ ઘટાડો થઈ રહ્યો છે?
વંદે ભારત એક્સપ્રેસની ગતિ અંગે શું બોલ્યા રેલ મંત્રી?
આ સવાલોના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ટ્રેનની ગતિ માત્ર રોલિંગ સ્ટોકથી જ નહીં પરંતુ તેના રૂટ પરના ટ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી પણ પ્રભાવિત થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય રેલ્વેમાં રેલ્વે ટ્રેકને અપગ્રેડ અને સુધારવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેના કારણે વંદે ભારત એક્સપ્રેસની ગતિમાં ઘટાડો આવી રહ્યો છે.
વંદે ભારત એક્સપ્રેસ ભારતની સૌથી ઝડપી દોડતી ટ્રેન
આજ સુધીમાં ભારતભરમાં કુલ 136 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. આ નવા યુગની ટ્રેન 15ફેબ્રુઆરી 2019 ના રોજ લોન્ચ થઈ ત્યારથી સંપૂર્ણ ક્ષમતાથી ચાલી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ભારતની સૌથી ઝડપી ટ્રેન છે. આ પછી શતાબ્દી અને રાજધાની એક્સપ્રેસ છે. ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 2014માં ફક્ત 31,000 કિમીના ટ્રેક પર 110 કિમી પ્રતિ કલાકની ગતિ હતી. પરંતુ અત્યારની વાત કરવામાં આવે તો, ટ્રેકને લગભગ 80,000 કિલોમીટર સુધી લંબાવવામાં આવ્યો છે.’
Also read : પ્રયાગરાજ જંક્શન મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કરી ‘આ’ સ્પષ્ટતા
વંદે ભારત એક્સપ્રેસ પહેલીવાર શ્રીનગરની ખીણોમાં પહોંચી
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં લોકોને મુસાફરી કરવી વધારે પસંદ કરી રહ્યાં છે. હવે આ સંદર્ભમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ભોજન અને નાસ્તા ઉપરાંત ચિપ્સ, ઠંડા પીણાં અને અન્ય પેક્ડ વસ્તુઓ પીરસવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેની શરૂઆત ગોરખપુર અયોધ્યા લખનઉ વંદે ભારતથી થઈ રહી છે. વંદે ભારત એક્સપ્રેસ પહેલીવાર શ્રીનગરની ખીણોમાં પહોંચી છે, ભારતના મોટાભાગન વિસ્તારોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે.