સ્ટેટ બેંકે રૂ. ૧૫૦ અબજ એકત્ર કરવાની યોજના અભરાઈએ ચડાવી…

નિલેશ વાધેલા
મુંબઇ: દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંકે રૂ. ૧૫૦ અબજ અથવા તો ૧.૭ બિલિયન ડોલર જેટલું નાણાં ભંડોળ એકત્ર કરવાની યોજના આ વર્ષ માટે અભરાઈએ ચડાવી હોવાનું જાણવા મળ્યું છે.
Also read : મહારાષ્ટ્રમાં વર્ગ-3 ની 219 પદની ભરતી માટે પોણા બે લાખ કરતા વધુ અરજી…
અસ્કયામતોના ધોરણે દેશની સૌથી મોટી ધિરાણકર્તા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસ બી આઇ) એ, સેન્ટ્રલ બેંક દ્વારા નીતિ દરમાં ઘટાડો કરવા સાથે પ્રવાહિતા વધારવાના પગલાં લેવાયા હોવા છતાં, બોન્ડની ઊંચી ઉપજને કારણે આ નાણાકીય વર્ષમાં નાણાં ભંડોળ ઊભું કરવાની તેની યોજનાઓને ટાળવાનો નિર્ણય કર્યો હોવાનું આ બાબતથી પરિચિત સાધનોએ જણાવ્યું છે.
Also read : જળાશયોમાં ઘટી રહી છે પાણીની સપાટી: હાલ ફક્ત ૪૨ ટકા જ જથ્થો…
બેંકે શરૂઆતમાં માર્ચના અંત પહેલા બોન્ડ વેચાણ દ્વારા 150 અબજ રૂપિયા (લગભગ $1.7 બિલિયન) એકત્ર કરવાની યોજના બનાવી હતી, પરંતુ હવે તે આ હેતુસર આગામી નાણાકીય વર્ષમાં બજારમાં પ્રવેશ કરવા માંગે છે, જે એપ્રિલમાં શરૂ થાય છે એમ સાધનોએ ઉમેર્યું હતું.