અમદાવાદમાં બે હત્યાઃ હત્યારાની શોધમાં પોલીસ, કારણ અકળ…

અમદાવાદઃ શહેર-જિલ્લામાં સતત ગુનાખોરી વધી રહી છે અને મારધાડ સાથે હત્યાના બનાવો પણ બનતા રહે છે. 24 કલાકમાં બે હત્યાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં એરપોર્ટ પાસેની હોટેલમાંથી એક યુવતીનો મૃતદેહ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બીજી બાજુ એક પુત્રએ પિતાની હત્યા કરી નાખી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
હોટેલમાંથી યુવતીની લાશ મળી.
Also read : Gujarat માં આંદોલનની તૈયારી, પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓ સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ પર
શહેરમાં એરપોર્ટ પર કામ કરતી 22 વર્ષીય યુવતીની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ઘટનાની મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરમાં આવેલા રામોલ વિસ્તારમાં રહેતી એરપોર્ટ પર કામ કરતી એક યુવતી નસરીન અન્સારીનો મૃતદેહ હોટલમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. રવિવાર સાંજે એરપોર્ટ નજીકની જ તેની હત્યા થઈ હોવાનું જાણવા મળે છે.
સ્ટાફને જાણ કરતા તેણે પોલીસ બોલાવી હતી. પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૃતક નસરીન બાનુ મૂળ ઉત્તર પ્રદેશના સંત કબીર નગરના રહેવાસી હતી અને હાલમાં અમદાવાદના રામોલ વિસ્તારમાં મદની નગરમાં રહેતી હતી. નસરીન હોટેલમાં પ્રવેશી ત્યારે એક યુવક પણ તેની સાથે હતો અને ત્યારબાદ તેને બહાર નીકળતો સીસીટીવીમાં જોઈ શકાય છે. પોલીસ તે યુવકને શોધી રહી છે.
તો બીજી બાજુ શહેર નજીકના બાવળામાં પુત્રએ પિતાની હત્યા કરવાની ઘટના બની છે. હત્યાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પિતા પુત્ર વચ્ચે થોડા સમયથી મતભેદો ચાલી રહ્યા હતા, જેમાં પુત્રએ રોષે ભરાઈ મિત્રોની મદદથી તેને મારી નાખ્યાનું બહાર આવ્યું છે.
Also read : Gujarat માંથી વિદેશ જવાની ઘેલછા ભારે પડી, સબંધીએ જ લગાવ્યો 20.46 લાખનો ચૂનો
ઘટનાની મળતી વિગતો અનુસાર અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેશરડી ગામના વિઠ્ઠલ રાઠોડ (ઉ.વ.૪૦)નો મૃતદેહ મળ્યો હતો. હત્યા કરીને મૃતદેહને માધ્યમિક શાળાની પાછળ ખેતરની ઓરડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હત્યા કર્યાની શંકા જેના પર છે તે પુત્ર અને તેના મિત્રો હાલમાં ફરાર છે. પોલીસ બન્ને હત્યાના આરોપીને શોધશે ત્યારબાદ જ તેમની હત્યાના કારણો બહાર આવશે.