ધર્મતેજ
આચમન : કાયમ પૂનમનો ચાંદ બનીને ચમકી શકાતું નથી…

-અનવર વલિયાણી
નાના હતા ત્યારે એક બોધકથા વાંચેલી. એક ખળખળ વહેતી નદી પર માત્ર એક માણસ આવ-જા કરી શકે એવો સાંકડો પુલ હતો.
Also read : અલખનો ઓટલો : કાયા કાગળની કોથળી…આ સૃષ્ટિમાં તમામ જીવોમાં પરમાત્માનો વાસ છે
- એના પર બે બકરી સામસામે આવી ગઈ.
- એક બકરી વગર કહ્યે બેસી ગઈ.
- બીજી બકરી ચૂપચાપ પેલીની ઉપર થઈને ચાલી ગઈ.
- આમ બંને બકરી સંપસુલેહથી પોતપોતાના માર્ગે પડી ગઈ.
- થોડી વારે બે માણસ સામસામે થઈ ગયા.
- બંને એમ માનતા હતા કે પહેલા પુલ ઓળંગવાનો હક્ક મારો જ છે. સામેથી આવેલા માણસે તેને જવા દેવો જોઈએ.
- એમાં બંને બાઝવા લાગ્યા.
- પરિણામે બંને જણ નદીમાં પડી ગયા.
- આમ તો આ બોધકથા છે,
પરંતુ એમાં મોટાઓ પણ વિચારમાં પડી જાય એવો સરસ વિચાર મૂક્યો છે.
- સંપસુલેહની જે વાત બકરીઓ સમજી શકે એ નાનીઅમથી વાત માણસ ન સમજે?
- વાસ્તવમાં આ બોધકથા બનાવનારે એક સૂચક ઈશારો કર્યો છે. એ ઈશારો છે ઘડતરનો, ઉછેરનો.
- એક સંસ્કારી શિક્ષિત પરિવારનું બાળક પણ જો ખરાબ માહોલ, વાતાવરણમાં ઉછરે તો એ અસામાજિક તત્ત્વ જ બનશે.
- બીજી બાજુ એક ધંધાદારી હત્યારાનું બાળક પણ જો સારા વાતાવરણમાં રહે તો એ સંસ્કારી બનશે. સવાલ છે ઉછેરનો.
*
મારી નજરમાં હું મોટો !
હું મોટો હોઉં મારી નજરમાં તો શું થયું?
દૃષ્ટિથી દૂર જાય છે સૌ અલ્પતા તરફ
- દરેક જણ પોતાને મોટો માને છે, મહાન સમજે છે. હકીકતમાં ભલે પોતે એટલો મોટો કે મહાન નહીં હોય. ભલે પોતે અલ્પ હોય.
- એવા જાતે બની બેઠેલા ‘મહાન’ લોકો પોતાની મહાનતાની માન્યતામાં બીજાઓને અલ્પ માને છે.
- નાના માને છે.
- નાના સમજે છે.
- એમની સાથે વર્તન પણ એવું જ રાખે છે.
… પોતે મહાન છે એવી પોતાની માન્યતામાં રાચનારાઓ તેમના ભાગ્યને કે સદ્ભાગ્યને કારણે ઉન્નત બન્યા હશે, પણ તેમનો એ હર્ષ લાંબો ટકતો નથી.
- નગાધિરાજ હિમાલયના શિખર પરની ધૂળ પોતે દુનિયાના સર્વોચ્ચ શિખર ઉપર બિરાજમાન છે, એવું માનીને અભિમાનથી છાતી ફૂલાવીને ફરે છે, પણ એનું એ અભિમાન લાંબુ ટકતું હોતું નથી.
- પવન એક જ સપાટે એ શિખર પરથી ગબડીને ખીણમાં ક્યાં પટકાય છે તેની એને ખબરેય પડતી નથી. ત્યાંથી એ કદી ઊભી થઈ શકતી નથી.
- આમ, મહાનોની મહાનતાનું અભિમાન પણ લાંબું ટકતું નથી.
- કેટલાક દંભીઓની વાણી સાંભળો ત્યારે ખ્યાલ આવશે કે મીઠી મધ જેવી વાણીમાં દિલાસો આપતાં તેઓ પોતાના હૃદયની અદાવત પણ એમાં સિફતથી ભેળવી દે છે, જેની સામી વ્યક્તિને જાણ પણ થતી નથી.
- દંભીને સારી રીતે નહીં જાણનારા એની વાણી પર ફિદા થઈ જાય તેમાં નવાઈ ખરી?!
સનાતન સત્ય:
પોતાની મહાનતાની ભ્રામક માન્યતામાં જ રાચતા રહેનારને કોઈક હિમ્મતવાળું મળે છે, જે એને કહી
શકે છે કે
Also read : કોઈ પણ સર્જન ‘શક્તિ’ સિવાય અશક્ય છે…
- કાયમ પૂનમનો ચાંદ બનીને ચમકી શકાતું નથી.
- પૂનમના ચાંદનું આયુષ્ય માત્ર એક રાત્રિ માટે જ હોય છે.
- પછી એનું ક્ષીણ થવાનું નિશ્ર્ચિત છે. જ્યારે
- બીજના ચંદ્રની જેમ ચમકતા લોકો ધીરેધીરે ખીલતા જઈને પૂનમનાં ચાંદ જેવા બની શકે છે.
- આપબળે તેઓ આગળ વધીને ધાર્યું પ્રાપ્ત કરી શકે છે.
- હવે તમારે વિચારવાનું છે કે પૂનમના ચંદ્ર બનવું છે કે બીજના
ચંદ્ર?