
Ayodhya: મંદિરો ચોક્કસ શ્રદ્ધાનું કેન્દ્ર છે, પરંતુ તેની સાથે અર્થવ્યવસ્થા પણ જોડાયેલી છે. મંદિરોની આજુબાજુમાં વિકસતી સુવિધાઓ અને પર્યટનને મળતા વેગને લીધે સ્થાનિક રોજગારી વધે છે અને સરકારને પણ આવક મળે છે. મોદી સરકાર દ્વારા ઘણા મંદિરોને વિકસાવવામાં આવ્યા છે અને તેના લીધે રિલિજયસ ટૂરિઝમનો એક કોન્સેપ્ટ ભારતમાં શરૂ થયો છે, જે દેશની અથર્વ્યવસ્થામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. અયોધ્યામાં હમણા જ નિર્માણ પામેલું રામમંદિર આનું એક ઉદાહરણ છે.
Also read : Kedarnathમાં ગેર-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગ, ધારાસભ્યએ કરી આ રજૂઆત
મીડિયા રિપોર્ટ પ્રમાણે મંદિરનું 96 ટકા કામ પૂર્ણ થઈ ગયું
અયોધ્યામાં બની રહેલા રામ જન્મભૂમિ મંદિરનું કામ પણ હવે પૂર્ણ થવાના આરે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મંદિર 96 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. રામ મંદિર ભારતીય અર્થવ્યવસ્થામાં મોટો ભાગ ભજવે છે, તેવું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું કહેવું છે. રામ મંદિરે સરકારને 400 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. મણિરામ દાસ છાવણી ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી, આ બેઠક બાદ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે વિગતો આપી કે, મંદિર બનાવવા પાછળ અત્યાર સુધીમાં 2150 કરોડનો ખર્ચ થયો છે. જેમાંથી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સરકારને 396 કરોડ રૂપિયાનો ટેક્સ આપ્યો છે.
GST, TDS અને ESI સહિત કુલ 400 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવાયો
રામ મંદિર સાથે કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે. શ્રી રામલલાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેના કારણે કરોડો રૂપિયાનું દાન પણ આવી રહ્યું છે. જેમાંથી મંદિર ટ્રસ્ટ દ્વારા 400 કરોડ રૂપિયા ટેક્સ ચુકવવામાં આવ્યો છે. આંકડાની વાત કરવામાં આવે તો, 272 કરોડ રૂપિયા GST,39 કરોડ રૂપિયા TDS, લેબર સેસ 14 કરોડ, ESI 7.4 કરોડ, વીમામાં 4 કરોડ, જન્મભૂમિના નકશા માટે અયોધ્યા વિકાસ સત્તામંડળને 5 કરોડ, અયોધ્યામાં જમીન ખરીદવા પર સ્ટેમ્પ ડ્યુટી 29 કરોડ, વીજળી બિલ 10 કરોડ, 14.9 કરોડ સરકારને રોયલ્ટી એમ કુલ મળીને 400 કરોડ રૂપિયા ટેક્સ ભરવામાં આવ્યો છે.
મહંત નૃત્ય ગોપાલદાસની અધ્યક્ષતામાં યોજાઈ ટ્રસ્ટની બેઠક
મણિરામ દાસ છાવણી ખાતે યોજાયેલી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠક અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં 7 ટ્રસ્ટીઓ હાજર હતા. ખાસ આમંત્રિત 4 સભ્યો પણ હાજર હતા. ઓનલાઈન મીટિંગમાં 4 ટ્રસ્ટીઓ કેશવ પરાશરણ, વિમલેન્દ્ર મોહન મિશ્રા, યુગપુરુષ પરમાનંદ, નૃપેન્દ્ર મિશ્રા હાજર રહ્યા હતા. આ બેઠકમાં 12 ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા જ્યારે 2 ટ્રસ્ટીઓ ગેરહાજર હતા.
Also read : પાંચ ટાઈમનું લાઉડસ્પીકર માથાનો દુખાવો….” ભાજપનાં ધારાસભ્યનું વિવાદિત નિવેદન…
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકની મહત્વની બાબતો
રામ નવમીના દિવસે બપોરે 12:04 વાગ્યે સૂર્ય તિલક થશે
રામ નવમી પર સૂર્ય તિલકનો અદ્ભુત નજારો જોવા મળશે
50 થી વધુ સ્થળોએ લગાવવામાં આવેલા સ્ક્રીનો દ્વારા ભક્તો આ અદ્ભુત દૃશ્ય જોઈ શકશે
અતુલ કૃષ્ણ કથા 30 માર્ચથી 06 એપ્રિલ દરમિયાન અંગદ ટીલા ખાતે યોજાશે
વાલ્મીકિ રામાણીયના નેવિગેશનનું પઠન કરવામાં આવશે
દુર્ગા પૂજા અને યજ્ઞ દરમિયાન એક લાખ મંત્રોનો જાપ કરવામાં આવશે
મંદિરના આભૂષણો વિશેની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે
ભગવાન રામના ઘરેણાં, મુગટ, પૂજા અને પ્રસાદ વિશેની માહિતી ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પર શેર કરવામાં આવશે
મંદિર નિર્માણ કાર્ય માટે એલ એન્ડ ટીને 1200 કરોડ રૂપિયાની ચુકવણી
મંદિરના નિર્માણ કાર્યમાં 2150 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
રામ મંદિરના નિર્માણ કાર્યમાં થયેલા ખર્ચની વાત કરવામાં આવે તો, પાંચ વર્ષમાં કુલ 2150 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં જમીન ખરીદી તે ખર્ચ પણ સામેલ છે. રામ જન્મભૂમિ મંદિરમાં આવેલા દાનની વાત કરવામાં આવે તો, પાંચ વર્ષમાં 944 કિલો ચાંદી દાનમાં આવી હતી. જે ચાંદીને 20 કિલોની ઈંટોમાં પરિવર્તિત કરવામાં આવી હતી. આ સાથે કરોડો રૂપિયાનું પણ દાન આવેલું છે. ભગવાનના આભૂષણો, મુગટ, ઝવેરાત બધુ જ દાનમાં આવેલું છે. અહી આવતા ભક્તો દિલ ખોલીને દાન કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, તાજેતરમાં યોજાયેલા મહાકુંભ મેળાના કારણે લાખો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતાં, જેના કારણે મંદિરની આવકમાં પણ વધારો થયો છે.
રામ નવમીના દિવસે થશે સંત તુલસી દાસની પ્રતિમાનું અનાવરણ
મંદિરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થવાના આરે છે. જૂન મહિનામાં નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જશે તેવું ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. રામ મંદિર સાથે અન્ય 7 મંદિરો પણ બની રહ્યાં છે, જે ઓક્ટોબર સુધીમાં બની જશે. રામ નવમીના દિવસે સંત તુલસી દાસની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે છે. જ્યારે બાકીની પ્રતિમાઓનું 30 એપ્રિલ અક્ષય નવમી સુધીમાં સ્થાપિત કરી દેવામાં આવશે.