સ્પોર્ટસ

IML 2025 ના ફાઈનલ મેચમાં યુવરાજ સિંહની વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી સાથે બબાલ, જુઓ વિડીયો…

રાઈપુર: આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થઇ ગયેલા દિગ્ગજ ખેલાડીની ટીમો સાથે ભારતમાં ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) ની પહેલી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે સચિન તેંદુલકર(Sachin Tendulkar) ની કેપ્ટનશીપ હેઠળની ઈન્ડિયા માસ્ટર્સ ટીમે બ્રેન લારાની કેપ્ટનશીપ હેઠળની વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સ(WI M)ને હરાવીને ખિતાબ જીત્યો.

Also read : WPL ટ્રોફી જીત્યા બાદ MIના ખેલાડીઓએ કરી શાનદાર ઉજવણી, નીતા અંબાણી પણ જોડાયા

ગઈ કાલે રવિવારે રાઈપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ(SVNS) ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં IND Mએ WI Mને 6 વિકેટથી હરાવ્યું. મેચ દરમિયાન યુવરાજ સિંહ (Yuvaraj Singh)ની વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી સાથે ઉગ્ર દલીલ થઈ, એવું લાગતું હતું કે બંને લડી પડશે. આ જોઈને સ્ટેડીયમમાં વાતાવરણ તંગ થઇ ગયું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

13મી ઓવરમાં અંબાતી રાયડુ અને યુવરાજ સિંહ બેટિંગ કરી રહ્યા હતા. ત્યારે યુવરાજનો ટીનો વેસ્ટ(Tino West) સાથે ઝઘડો થયો. બંને ખેલાડીઓ એકબીજા સામે બૂમો પાડી કંઇક બોલી રહ્યા હતાં. થોડીવારમાં બંને એક બીજાની નજીક આવી ગયાં અને ઉગ્ર દલીલ કરવા લાગ્યા.

રાયડુએ યુવરાજને દુર લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટીનો સામે છેડીથી કંઇક બોલતો રહે છે. આ દરમિયાન અમ્પાયર અને અન્ય ખેલાડીઓ દરમિયાનગીરી કરી. બંને ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થઇ જશે એવું લાગી રહ્યું હતું, પણ સદનસીબે એવું ન થયું.

આવી રહી મેચ:
ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં લગભગ 50,000 ચાહકોએ મેચ નિહાળી હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની આગેવાની હેઠળના ઇન્ડિયા માસ્ટર્સે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું, જેનો દર્શકોએ આંનદ માણ્યો.

પહેલા બેટિંગ કરવા ઉતરેલી WI M 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવી શકી. WI M તરફથી લેન્ડલ સિમોન્સે સૌથી વધુ 57 રન બનાવ્યા, જયારે ડ્વેન સ્મિથે 45 રનની ઇનિંગ રમી. ભારત માટે વિનય કુમારે 3 વિકેટ લીધી.

148 નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતારેલી IND Mની સચિન તેંડુલકર અને અંબાતી રાયડુની ઓપનિંગ જોડીએ ધમાકેદાર શરૂઆત કરી, તેમણે મળીને પ્રથમ વિકેટ માટે 67 રનની પાર્ટનરશીપ કરી. સચિન 25 રન બનાવીને 8મી ઓવરમાં આઉટ થયો હતો. આના થોડા સમય પછી, ગુરકીરત સિંહ માન પણ 14 રન બનાવીને આઉટ થયો, સામે છેડે અંબાતી રાયડુ ટકી રહ્યો. યુવરાજ સિંહ મેદાનમાં આવ્યો, રાયડુઅને યુવરાજે 18 ઓવરમાં સુધીમાં ટીમનો સ્કોર 124 રન સુધી પહોંચાડ્યો. પરંતુ ત્યાર બાદ રાયડુ સિક્સ ફટકારવા જતાં કેચ આઉટ થઈ ગયો. અંબાતી રાયડુએ 50 બોલમાં 74 રનની ઇનિંગ રમી.

આ પછી તરત જ, યુસુફ પઠાણ 3 બોલ રમ્યા પછી શૂન્ય રને આઉટ થયો. અહીંથી મેચ થોડી રોમાંચક બની ગઈ, યુવરાજ અને સ્ટુઅર્ટ બિન્નીએ સાથે મળીને 18મી ઓવરમાં ટીમને વિજય અપાવ્યો.

Also read : મુંબઈ ઇન્ડિયન્સનું બીજું ટાઇટલ, કૅપિટલ્સ માટે દિલ્હી હજીયે દૂર…

આ ટીમોએ ભાગ લીધો:
નોંધનીય છે કે પ્રથમ વખત ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયા માસ્ટર્સ, ઇંગ્લેન્ડ માસ્ટર્સ, ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ, સાઉથ આફ્રિકા માસ્ટર્સ, શ્રીલંકા માસ્ટર્સ અને વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સે ભાગ લીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button