
મુંબઈ: હોળીની રજા પછી શેરબજાર આજે સોમવારે ખુલ્યું. આજે સવારે નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 44 પોઇન્ટના ઘટાડા સાથે 22,353 પર ખુલ્યો, જ્યારે બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ નજીવા વધારા સાથે 73830 પર ખુલ્યો. ઓપનીંગ બાદ બજારમાં તેજી જોવા મળી.
Also read : ઇન્ડસઇન્ડ બેન્કના ગ્રહણ વચ્ચે સેન્સેક્સ અટવાયો, જોકે નિફ્ટી ગ્રીન ઝોનમાં ૨૨,૫૦૦ તરફ આગળ વધ્યો
સવારે 9.40 વાગ્યે NSEનો નિફ્ટી 160 પોઈન્ટ વધીને 22,557.30 પર પહોંચ્યો. BSEનો સેન્સેક્સ 475.73ના વધારા સાથે 74,304.63 પર પહોંચ્યો હતો.
Also read : અમેરિકન માર્કેટમાં કડાકા વચ્ચે ટેસ્લાના સ્ટોકમાં ધોવાણ: મસ્ક મુશ્કેલીમાં
નિફ્ટી પર ઇન્ડસઇન્ડ બેંક, SBI લાઇફ અને બજાજ ફિનસર્વના શેરો વધારા સાથે ટ્રેડ થઇ રહ્યા છે. જયારે BPCL, ઇન્ફોસિસ, નેસ્લે, બ્રિટાનિયા અને ટેક મહિન્દ્રાના શેર ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા છે.