સુનિતા વિલિયમ્સ વહેલા પૃથ્વી પર પરત ફરશે, નાસાએ તારીખ અને સમય જાહેર કર્યા…

ફ્લોરીડા: સ્પેસએક્સનું અવકાશયાન ક્રૂ-10 રવિવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યું હતું, આ સાથે જ નવ મહિનાથી વધુ સમયથી ISSમાં ફસાયેલા યુએસ અવકાશયાત્રીઓની સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલમોર(Butch Wilmore)ના પૃથ્વી પર પરત ફરવાની આશા મજબુત થઇ હતી. હવે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ જાણકારી આપી છે કે બંને આવકાશયાત્રીઓ 18 માર્ચ, મંગળવારની સાંજે પૃથ્વી પર પાછા ફરશે.
Also read : સુનિતા વિલિયમ્સ ‘નાસા’ના સભ્યોને જોઈને નાચી ઊઠ્યા, સેલિબ્રેશનનો વીડિયો વાઈરલ
નાસાએ એક નિવેદન જાહેર કરી મિશન વિષે જાણકારી આપી છે. નિવેદન મુજબ ક્રૂ-10નું ફ્લોરીડા પાસે સમુદ્રમાં સ્પ્લેશડાઉન મંગળવારે સાંજે લગભગ 5:57 વાગ્યે (ફ્લોરીડા ટાઈમ મુજબ) થશે. એટલે કે સુનિતા અને બુચ 19 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 3.30 વાગ્યે પૃથ્વી પર પરત ફરશે.
અગાઉ સ્પ્લેશડાઉન સમય બુધવારનો નક્કી કરવામાં આવ્યો હતો. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પ્લેશડાઉન વહેલું નક્કી કરવામાં આવ્યું છે. નાસાએ કહ્યું છે કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
લાઈવ કવરેજ:
નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે એજન્સીના સ્પેસએક્સ ક્રૂ-9 ના ISS થી પૃથ્વી પર પાછા ફરવાનું લાઈવ કવરેજ કરશે, જેની શરૂઆત ડ્રેગન સ્પેસક્રાફ્ટ હેચ ક્લોઝર સાથે થશે. આ પ્રસારણ 17 માર્ચ, સોમવાર રાત્રે 10:45 વાગ્યે EDT (ભારતીય સમય મુજબ 18 માર્ચે સવારે 8:30 વાગ્યા) થી થશે.
Also read : સુનિતા વિલિયમ્સ આ તારીખે પૃથ્વી પર પરત ફરશે; જાણો Crew-10 મિશન વિષે
સાત દિવસ મિશન મહિનાઓ સુધી લંબાયું:
નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જૂન 2024 માં બોઇંગ સ્ટારલાઇનરમાં અવકાશમાં પહોંચ્યા હતા. આ મિશન ફક્ત એક અઠવાડિયા માટે હતું. જોકે, અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે પરત ફરવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે નવ મહિના બાદ તેઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરે તેવી આશા છે.