
Rajkot: ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત બની રહી છે, અમદાવાદ, સુરત અને વડોદરા બાદ હવે રાજકોટમાં આવી એક ઘટના બની છે. રાજકોટમાં એક નબીરાએ હિટ એન્ડ રનની ઘટનામાં ચાર લોકોને અડફેટે લીધા જેમાંથી એકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેરના માવડી મેઈન રોડ પર વાયુવેગે આવતી કારે 4 લોકોને અડફેટે લીધા હતાં. હિટ એન્ડ રનમાં 70 વર્ષીય વદ્ધ પ્રફુલ ઉનાદકટનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજાઓ થઈ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
Also read : Vadodara અકસ્માત કાંડનો આરોપી પહેલા પણ થઇ છે પોલીસ અટક, માફી માંગતા થયો હતો છૂટકારો
પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે, ઘટના સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે, કાર વાયુવેગે આવી રહી હતી. ટક્કર બાદ, વૃદ્ધ વ્યક્તિ લગભગ 200 થી 300 મીટર સુધી ઘસેડાયો હતા, જેથી તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. સ્થાનિક લોકોએ કારચાલક અને તેની સાથે કાર બેઠેલા યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. જેથી પોલીસે પણ બન્ને યુવકોથી પુછપરછ શરૂ કરી દીધી છે.
ઘટનાની વિગતો આપતા પોલીસે કહ્યું કે, માવડી મેઈન રોડ પર એક ઝડપી સ્પીડથી આવતી કારે ચાર લોકોને કચડી નાખ્યા. હિટ એન્ડ રનના કારણે એક વૃદ્ધનું મોત થયું. જ્યારે એક મહિલાની હાલત અત્યારે ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કાર ચલાવનાર યુવક અને કારમાં બેઠેલા અન્ય એક યુવકને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પણ આવી અન્ય ઘટનાઓ બની હતી.
Also read : રાજકોટમાં જિલ્લાસ્તરે ભાજપમાં ‘વિખવાદ’: ‘લેટરબોમ્બ’થી રાજકારણમાં ગરમાવો
વડોદરામાં પણ થોડા દિવસ આવી ઘટના બની હતી, જેમાં રક્ષિત ચૌરસિયા નામના યુવકે પાંચ લોકોને કચડી નાખ્યાં હતી. હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય ચાર લોકોની હજી પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે, પોલીસે દ્વારા આવી ઘટનાઓમાં કાર્યવાહી કરવામાં આવે છે, આરોપીને સજા પણ થાય છે, તેમ છતાં કેમ ઓવર સ્પીડે કાર ચલાવવાનો નશો ઉતરતો નથી? આવા નબીરાઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોકો માંગણી પણ કરી રહ્યાં છે.