ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Terror in Pakistan: જમીયત નેતા મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈની હત્યા, અજાણ્યા હુમલાખોરોએ કર્યો ગોળીબાર…

Pakistan: પાકિસ્તાન કેટલાય આતંકવાદીઓને આસરો આપી રહ્યું છે, ભારતના મોસ્ટવોન્ટેડ આતંકવાદી પણ પાકિસ્તાનમાં પનાહ લઈ રહ્યાં છે. પાકિસ્તાન આવા લોકોને સાચવીને વિશ્વ સામે પોતાની છબી ખરાબ કરી રહ્યું છે. ફરી એકવાર અહી ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પાકિસ્તાનના વરિષ્ઠ નેતાની હત્યા કરવામાં આવી છે. ઘટનાની વાત કરવામાં આવે તો, પાકિસ્તાનના ક્કેટામાં થયેલ ગોળીબારમાં જમીયત ઉલેમા-એ-ઇસ્લામના વરિષ્ઠ નેતાનું મોત થયું છે. કેટલાક અજાણ્યા હુમલાખોરએ જમીયત ઉલેમા-એ-ઇસ્લામના વરિષ્ઠ નેતાની ગોળી મારીને હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું છે.

Also read : લશ્કર-એ-તૈયબા આતંકવાદી અબુ કતલની પાકિસ્તાનમાં હત્યા, હાફિઝ સઈદનો રાઈટ હેન્ડ હતો…

JUIના વરિષ્ઠ નેતા પર હુમલાની આ ઘટના પાકિસ્તાનના કવેટા કે એરપોર્ટ રોડ પર બની હોવાનું મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે. જમીયત નેતા મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈ પર હમલાવરો ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને લઈને પોકિસ્તાન પોલીસનું કહેવું છે કે, ગોળીબારમાં નેતા ગંભીર રીતે ઘાયલ થયાં હતાં, જેથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં જો કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

જમીયત ઉલેમા-એ-ઇસ્લામના વરિષ્ઠ નેતાની હત્યાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ હુમલાખોરો કોણ હતા અને ક્યાંથી આવ્યાં? કોના કહેવાથી આ જમીયત ઉલેમા-એ-ઇસ્લામના વરિષ્ઠ નેતાની હત્યા કરવામાં આવી? આ દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં અત્યારે સુરક્ષા વ્યવસ્થા કથળી ગઈ છે, છાશવારે અહીં હુમલાની ઘટના બને છે અને હત્યાઓ થાય છે. પાકિસ્તાનમાં જો નેતાઓ જ સુરક્ષિત ના હોય તો પછી સામાન્ય લોકો કેવી રીતે સુરક્ષિત રહેશે? તે પણ એક સવાલ બની ગયો છે.

Also read : ટ્રેન હાઇજેક હુમલામાં પાકિસ્તાન શું છુપાવે છે? વારંવાર બદલાઈ રહ્યાં છે પાક. આર્મીના નિવેદનો…

પાકિસ્તાનમાં પરિસ્થિતિ વધારે ખરાબ થઈ રહીં છે. આ પહેલા પણ એક મોટા હુમલાની ઘટના બની હતી. જેમાં બળવાખોરો દ્વારા એક પછી એક હુમલાઓએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. મીડિયા રિપોર્ટ દ્વારા મળતી જાણકારી પ્રમાણે છેલ્લા 48 કલાકમાં બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકિંગને બાદ કરતા પાકિસ્તાનમાં 57 હુમલા થયા છે. આમાંના મોટાભાગના હુમલા TTP અને BLA દ્વારા કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button