ગુજરાતમાં વાતાવરણ પલટાતા ગરમીમાં રાહત, પણ બેવડી ઋતુએ બીમારી વધારી…

અમદાવાદઃ માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમી પડવા લાગી અને સખત તાપ અને ઉકળાટને લીધે જનતા બેહાલ થઈ. માત્ર શહેરોમાં જ નહીં ગામડાઓમાં પણ તાપમાનનો પારો ઊંચે ગયો હતો ત્યારે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં થોડી રાહત મળી છે અને ગઈકાલ સાંજથી ઠંડો પવન પણ શરૂ થયો છે, પરંતુ આ ઋતુ-બે-ઋતુને લીધે બીમારીનું પ્રમાણ વધ્યું છે અને ઘર ઘરમાં શરદી, તાવ, ઉધરસ અને ઝાડા-ઉલટીના દર્દીઓ જોવા મળે છે.
Also read: Vadodara અકસ્માત કાંડનો આરોપી પહેલા પણ થઇ છે પોલીસ અટક, માફી માંગતા થયો હતો છૂટકારો
ગુજરાતમાં પવનોની દિશા બદલતા ગરમીમાં આંશિક ઘટાડો નોંધાતા તાપમાન ઘટ્યું છે, મોટાભાગના જિલ્લામાં તાપમાન 2-3 ડિગ્રી ઘટ્યું છે. સૌથી વધુ રાજકોટમાં 37.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો, આગામી ચાર-પાંચ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી વધવાનું છે. ગુજરાતમાં હાલ વાતાવરણમાં મોટો બદલાવ આવવાની આગાહી કરવામાં આવી નથી, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે.
Also read: Gujarat માંથી વિદેશ જવાની ઘેલછા ભારે પડી, સબંધીએ જ લગાવ્યો 20.46 લાખનો ચૂનો
ફરી આ દિવસથી ગરમીનો પ્રકોપ વધશે
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર બે દિવસ માટે ગરમીમાં આંશિક રાહત મળશે, પરંતુ 19 માર્ચથી હીટવેવની શરીઆત થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ફરી ગરમીનું મોજું ફરી વળે તેવી સંભાવના છે. એકંદરે 21મી માર્ચ સુધી તાપમાન 40 ડિગ્રી કરતાં નીચું રહેશે. માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22મી માર્ચથી 30મી માર્ચ દરમિયાન વધુ હીટવેવનો એક નવો રાઉન્ડ આવશે અને ઊંચું તાપમાન જોવા મળશે. માર્ચના છેલ્લા એક અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં 43 ડિગ્રી કરતા પણ વધારે તાપમાન નોંધાઈ શકે છે, તેવી આગાહી કરી છે.