ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટના આદેશનો અનાદર કર્યો? સેંકડો ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા, જાણો શું છે મામલો…

વોશીંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ(Illegal Immigrants) ને વિમાન મારફતે ડીપોર્ટ કરવામાં આવી રહ્યા છે. એવામાં એવા આરોપો લાગી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રસાશને ફેડરલ કોર્ટ(Federal Court)ના આદેશનું ઉલંઘન કર્યું છે. અહેવાલ મુજબ યુએસની એક ફેડરલ કોર્ટે ન્યાયાધીશે એલિયન એનેમીઝ એક્ટ હેઠળ કરવામાં આવી રહેલા દેશનિકાલ પર અસ્થાયી રૂપે રોક લગાવવાનો આદેશ આપ્યો હતો, છતાં બે વિમાનો ઇમિગ્રન્ટ્સ સાથે ઉડ્યા હતાં.

Also read : સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની થશે ઘરવાપસી, સ્પેસએક્સે મિશન કર્યું લોન્ચ…

અહેવાલ મુજબ, યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જેમ્સ ઇ. બોસબર્ગે શનિવારે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ દેશનિકાલ પર અસ્થાયી રૂપે રોકવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પ વહીવટીતંત્રનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ તેમને તે સમયે કહ્યું હતું કે ઇમિગ્રન્ટ્સને લઈ જતા બે વિમાનો પહેલાથી જ ટેક ઓફ કરી ચૂક્યા છે. આમાંથી એક અલ સાલ્વાડોર જઈ રહ્યું છે, જ્યારે બીજું હોન્ડુરાસ તરફ જઈ રહ્યું છે.

શું છે મામલો?
અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસે આતંકવાદી સંગઠન ટ્રેન ડી અરાગુઆ(Tren de Aragua)ના લગભગ 300 શંકાસ્પદ સાગરીતોને અલ સાલ્વાડોર(El Salvador)માં આવેલા ડિટેન્શન કેમ્પમાં મોકલવાની તૈયારી કરી હતી. આ 300 લોકોને એક વર્ષ માટે જેલમાં રાખવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર અલ સાલ્વાડોરને લગભગ $6 મિલિયન ચૂકવવા સહમત થયું હતું.

અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન અને ડેમોક્રેસી ફોરવર્ડ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે દાવો માંડવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ટેક્સાસના ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવેલા પાંચ વેનેઝુએલાના પુરુષોને ગેરકાયદેસર રીતે એલિયન એનિમીઝ એક્ટ હેઠળ દેશ નિકાલ આપવા આવી રહ્યો છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જેમ્સ ઇ બોસબર્ગ દાખલ કરાયેલા દાવાની સુનાવણી કરી રહ્યા હતા.

કોર્ટના આદેશનું ઉલંઘન:
વિમાનો ટેક ઓફ કરી ચુક્યા હોવાની માહિતી મળતા જ ન્યાયાધીશે મૌખિક રીતે તેમને પાછા લાવવાનો આદેશ આપ્યો. અધિકારીઓએ તેમના મૌખિક આદેશોનું પાલન કર્યું ન હતું. ત્યાર બાદ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર કોર્ટના આદેશનું ઉલંઘન કરી રહ્યું છે.

વ્હાઇટ હાઉસનો જવાબ:
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ વહીવટીતંત્રે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાના આરોપોનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે વહીવટીતંત્રે કોર્ટના આદેશનું પાલન કરવાનો ઇનકાર કર્યો નથી. જોકે, આ આદેશનો કોઈ કાનૂની આધાર નથી. ન્યાયાધીશે આ આદેશ આપ્યો ત્યાં સુધીમાં વિમાનો એક ઓફ કરી ચૂક્યા હતા.

એક નિવેદનમાં તેમને કહ્યું, “એક શહેરના ન્યાયાધીશ એવા વિમાન અંગે નિર્દેશન ન આપી શકે જેમાં વિદેશી આતંકવાદીઓ ભરેલા હોય, જેમને અમેરિકાની ધરતી પરથી હાંકી કાઢવામાં આવ્યા હોય.”

ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણય અંગે નિષ્ણાતોના અલગ અલગ મંતવ્યો છે. જ્યોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટરના પ્રોફેસર સ્ટીવ વ્લાડેકે જણાવ્યું હતું કે ન્યાયધીશે જે આદેશ આપ્યો હતો તેમાં વિમાનોને પાછા લાવવાનો ઉલ્લેખ નહોતો, પરંતુ તેમણે મૌખિક રીતે કહ્યું હતું. ટ્રમ્પ વહીવટીતંત્ર કાયદેસર રીતે ન્યાયી હોઈ શકે છે, પરંતુ એ ચોક્કસ છે કે તેમણે ન્યાયાધીશના આદેશની ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે.

Also read : યમનના હુથી બળવાખોરો પર યુએસની એર સ્ટ્રાઈક, 19 લોકોના મોત…

સાલ્વાડોરનના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં બોસબર્ગના ચુકાદા પર પ્રતિક્રિયા આપી. તેમણે લખ્યું.” Oopsie…Too late.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button