Gujaratમાં કોસ્ટલ બેલ્ટનો વિકાસ કરાશે, 924 કિલોમીટર કોસ્ટલ રેલવે લાઇનના સરવે માટે 23 કરોડની મંજૂરી

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) કોસ્ટલ કોરિડોર પ્રોજેક્ટ શરૂ કરવાની વિચારણા વચ્ચે રેલવે વિભાગે 924 કિલોમીટરની કોસ્ટલ રેલવે લાઈન પ્રોજેક્ટનો પ્લાન તૈયાર કર્યો છે. રેલવે મંત્રાલયે તાજેતરમાં ગુજરાત અને મધ્યપ્રદેશમાં દસ મુખ્ય રેલવે પ્રોજેક્ટો માટે ફાઈનલ લોકેશનના સરવે અને વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા માટે 52.16 કરોડ રૂપિયા મંજૂર કર્યાં હતાં.
દહેજ અને ભાવનગર વચ્ચેના સી લિંક પ્રોજેક્ટનો સમાવેશ
આ પ્રોજેક્ટમાં રેલવે મંત્રાલયે ગુજરાતમાં 924 કિ.મી લાંબી કોસ્ટલ રેલવે લાઈન માટે ફાઈનલ સરવે માટે 23 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતાં. આ કોસ્ટલ રેલવે લાઈનની પ્રપોઝલ ત્રણ તબક્કામાં તૈયાર કરાશે. જેમાં દહેજ, જંબુસર, ખંભાત, ધોલેરા, ભાવનગર, મહુવા, પીપાવાવ અને છારા, સોમનાથ સારડિયા, પોરબંદર દ્વારકા અને ઓખા લાઈનનો સમાવેશ કરાશે. અન્ય પ્રોજેક્ટોમાં ફાઈનલ લોકેશન સરવે માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં ચાર ડબલિંગ અને મલ્ટિપલ પ્રોજેક્ટ સહિત એક 40 કિ.મીના દહેજ અને ભાવનગર વચ્ચેના સી લિંક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…ડેવિડ વૉર્નરે ભારતની આ ભાષાની ફિલ્મમાં ભૂમિકા ભજવી, 28મીએ રિલીઝ થશે મૂવી
વલસાડ જિલ્લામાંથી પસાર થતાં 45 કિમી. પટ્ટામાં કામગીરી
બીજી તરફ સરકારે કોસ્ટલ હાઇવેને પણ વિકાસની ગતિનો પર્યાય માની વલસાડ જિલ્લાના ઉમરગામથી કચ્છના નારાયણ સરોવર સુધીના 1,630 કિમી.ના કોસ્ટલ હાઇવેના વિકાસ માટે રૂ. 2,400 કરોડથી વધુની જાહેરાત થોડા વખત પહેલાં કરી હતી. આ વિકાસ યોજના અંતર્ગત હાલ વલસાડ જિલ્લામાંથી પસાર થતાં 45 કિમી. પટ્ટામાં કામગીરી ચાલી રહી છે. આ યોજનાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર ઘટશે તેવો દાવો અધિકારીઓ કરી રહ્યા છે.