ગાંધીનગર

Gujarat માંથી વિદેશ જવાની ઘેલછા ભારે પડી, સબંધીએ જ લગાવ્યો 20.46 લાખનો ચૂનો

ગાંધીનગર : ગુજરાતમાંથી(Gujarat)વિદેશ જવાની ઘેલછામાં વધુ એક વ્યક્તિ છેતરાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં એક વ્યક્તિને તેના સબંધીએ જ યુકે જવા માટે રૂપિયા 20.46 લાખની ચૂનો લગાવ્યો છે. ગાંધીનગર પોલીસે પંકજ પટેલની ફરિયાદના આધારે સબંધી હસમુખ પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: વિદેશની ‘આંધળી ઘેલછા’ મોંઘી પડી: Modi સરકારે 266 નાગરિકની કરાવી ઘર વાપસી

જુલાઈ 2022 થી જાન્યુઆરી 2024ની વચ્ચે રકમ જમા કરાવી

આ અંગે મળતી માહિતી મુજબ, ગાંધીનગર રહેવાસી પંકજ પટેલ જે એક ઓટોમોબાઈલ વ્યવસાયના માલિક છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમના સબંધી હસમુખ પટેલે તેમને અને તેમની પત્નીને 32 લાખ રૂપિયામાં લંડન મોકલવાનું વચન આપ્યું હતું. જેની માટે જુલાઈ 2022 થી જાન્યુઆરી 2024ની વચ્ચે રકમ જમા કરાવવા માટે કહ્યું હતું.

અસલ દસ્તાવેજો પણ સબમિટ કર્યા હતા

પોલીસને મળેલી ફરિયાદ મુજબ પંકજ પટેલે પહેલા હસમુખ પટેલને બ્રિટિશ પાઉન્ડમાં 6.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા અને ત્રણ દિવસ પછી તેમને 3.5 લાખ રૂપિયા રોકડા આપ્યા. આ સાથે તેમણે વિઝા પ્રક્રિયા માટે પોતાના અને તેમની પત્નીના પાસપોર્ટ અને અન્ય અસલ દસ્તાવેજો પણ સબમિટ કર્યા હતા.

ખોટા વચનો આપતો રહ્યો

ત્યારે હસમુખ પટેલે પંકજને ખાતરી આપી હતી કે તેમણે પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને પોતે લંડન જવા રવાના થઈ ગયા છે. જ્યારે હસમુખ વિદેશથી પાછો ન ફર્યો અને ખોટા વચનો આપતો રહ્યો. ત્યારે પંકજે તેના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું.

બીજા 7.5 લાખ રૂપિયા લીધા

હસમુખ પટેલ ખોટા વચનો આપતા રહ્યા અને પંકજ પાસેથી વધુ પૈસાની માંગણી કરતા રહ્યા. જ્યારે તે પાછો ફર્યો, ત્યારે તેણે કેટલાક નકલી દસ્તાવેજો બતાવીને પંકજ પાસેથી બીજા 7.5 લાખ રૂપિયા લીધા અને ફરીથી કટોકટીના બહાને લંડન ગયો આ વખતે તેનો કોન્ટેક થઇ શક્યો નહિ. જેની બાદ પંકજ પટેલે હસમુખ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી હસમુખ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસ ભંગ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button