IPL 2025: GT પહેલી મેચ કોની સામે રમશે? આવી હોઈ શકે છે પ્લેઇંગ ઇલેવન…

અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝનની પહેલી મેચ 22 માર્ચના કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર બેંગલુરુ(RCB) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં રમાશે. ત્યાર બાદ બે મહિના સુધી દરરોજ રોમાંચક મેચ જોવા મળશે. આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ(GT)ની ટીમને જીતની મજબુર દાવેદાર માનવામાં આવી રહી છે.
Also read : IPL 2025 માં બે ગુજરાતી સંભાળશે ટીમની કમાન, 5 ટીમ નવા કેપ્ટન સાથે ઉતરશે…
ગુજરાત ટાઇટન્સની પહેલી મેચ પંજાબ કિંગ્સ(PBKS) સામે 25 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે. ગુજરાતની ટીમમાં અનુભવી ખેલાડીઓની સાથે સાથે યુવા વિસ્ફોટક બેટર્સ છે. આ સિઝનમાં GTની ટીમ યુવા કેપ્ટન શુભમન ગિલ(Shubhamn Gill)ની આગેવાની હેઠળ રમશે.
બેટિંગ લાઈન અપ:
ગુજરાતના સંભવિત પ્લેઇંગ ઇલેવન વિશે વાત કરીએ, તો જોસ બટલર કેપ્ટન શુભમન ગિલ સાથે ઓપનિંગ કરી શકે છે. સાઈ સુદર્શનને ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. શાહરૂખ ખાન અને ગ્લેન ફિલિપ્સ મિડલ ઓર્ડરમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. વિસ્ફોટક બેટર રાહુલ તેવતિયા ફિનીશરની ભૂમિકામાં જોવા મળી શકે છે.
ઘાતક બોલર્સ:
GT પાસે એકથી વધીને એક ઘાતક બોલર્સ છે. ફાસ્ટ બોલર કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. સ્પિન ડીપાર્ટમેન્ટમાં વોશિંગ્ટન સુંદર અને રાશિદ ખાન સ્થાન મળી શકે છે.
IPL 2025માં GTના શરૂઆતની કેટલીક મેચ:
GTની પહેલી મેચ 25 માર્ચના રોજ PBKS સામે રમાશે. આ પછી GT મુંબઈ ઈન્ડિયન્સ સામે 29 માર્ચે રમશે. 2 એપ્રિલના રોજ GT અને RCB વચ્ચે મેચ રમાશે. ત્યાર બાદ GT હૈદરાબાદ સામે 6 એપ્રિલના રોજ મેચ રમશે.
Also read : IPL 2025: ગુજરાત ટાઈટન્સને મળશે નવા માલિક? અમદાવાદની કંપની ખરીદશે 67 ટકા હિસ્સો
GTની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શાહરૂખ ખાન, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, વોશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.