રાજ્ય સરકાર પ્રદૂષણને રોકવા માટે પ્રિ-કાસ્ટ મટિરિયલનો ઉપયોગ કરવા મુંબઈના બિલ્ડરોને ફરજ પાડશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણના સ્તરને રોકવા માટે રાજ્ય સરકાર બાંધકામમાં પ્રિ-કાસ્ટ ઘટકોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે. રાજ્યના પર્યાવરણ મંત્રી પંકજા મુંડેએ જણાવ્યું હતું કે સરકાર એક નીતિ બનાવી રહી છે જે હેઠળ રિયલ એસ્ટેટ કંપનીઓ અને કોન્ટ્રાક્ટરોને બાંધકામના સ્થળે કામ કરવાને બદલે પ્રિ-કાસ્ટ બાંધકામ તરફ વળી જવા માટે પ્રોત્સાહન અપાશે.
પંકજા મુંડેએ ભારપુર્વક જણાવ્યું હતું કે, પ્રી-કાસ્ટ બિલ્ડિંગ ઘટકોનું ઉત્પાદન મુંબઈની બહાર કરવામાં આવશે. અમે પ્રદૂષણ નિયંત્રણને ધ્યાનમાં રાખીને હાલમાં ચાલી રહેલા બાંધકામો સામે કાર્યવાહી કરી છે. પ્રી-કાસ્ટ બાંધકામ વિકાસકર્તાઓને આબોહવાને અસર કર્યા વિના કામ ચાલુ રાખવામાં મદદ કરશે. આ તેમના માટે ફાયદાની વાત હશે અને વાયુ પ્રદૂષણમાં ભારે ઘટાડો કરશે. તેમણે કહ્યું કે આ નીતિ ખાનગી અને જાહેર બાંધકામ પ્રોજેક્ટ્સ બંનેને લાગુ પડશે.
આ પણ વાંચો: બીમારી રોકવા માટે જળપ્રદૂષણ રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર નીતિ તૈયાર કરશે: પ્રધાન
પ્રીફેબ્રિકેટેડ બાંધકામ કાર્બન ઉત્સર્જન ઘટાડે છે કારણ કે પ્રી-કાસ્ટ કોંક્રિટ ઘટકો નિયંત્રિત વાતાવરણમાં સ્થળની બહાર બનાવવામાં આવે છે. પરંપરાગત સ્થળ પર બાંધકામ પદ્ધતિઓમાં ઘણીવાર વ્યાપક કામગીરીનો સમાવેશ થાય છે જે વાયુ પ્રદૂષણ, ઉચ્ચ ઉર્જા વપરાશ અને ઉચ્ચ ગ્રીનહાઉસ ઉત્સર્જન તરફ દોરી જાય છે.
રાજ્ય પર્યાવરણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરની બહાર આ ઘટકોનું ઉત્પાદન કરવાથી પરિવહન ખર્ચમાં વધારો થશે, પરંતુ તે સ્ટીલ અને સિમેન્ટ જેવા સંસાધનોનો વપરાશ ઘટાડશે, અને ગુણવત્તા નિયંત્રણ પણ કડક બનાવશે.
આ પણ વાંચો: શિવાજી પાર્કમાં લાલ માટીને ઊડતી રોકવા પ્રદૂષણ બોર્ડની આકરી માર્ગદર્શિકા…
આ નીતિ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ટાસ્ક ફોર્સનું અને મુંબઈમાં વાયુ પ્રદૂષણને રોકવા માટેનો રોડમેપ તૈયાર કરવાનું કામ અંતિમ તબક્કામાં છે, એમ પણ તેમણે કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે, મુંબઈ મહાનગરપાલિકાએ તાજેતરમાં બધી જ બેકરી, ખાદ્યગૃહો વગેરેને રાંધણ માટે કોલસા અને લાકડના સ્થાને હરિત ઊર્જાનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.