નવી મુંબઈમાં સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ: સ્કૂલ વૅનનો ડ્રાઇવર પકડાયો

થાણે: નવી મુંબઈમાં પંદર વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવા પ્રકરણે સ્કૂલ વૅનના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પનવેલ વિસ્તારમાં ત્રીજી માર્ચના રોજ આ ઘટના બની હતી અને આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે ગુરુવારે આરોપી ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમ જ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: હરિયાણા: શાળાના આચાર્યએ 142 સગીર વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરી
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પીડિત વિદ્યાર્થિની ઘટનાને દિવસે સ્કૂલ જઇ રહી હતી ત્યારે તેની પડોશમાં રહેતા આરોપીએ તેને સ્કૂલ બસમાં બેસાડી હતી.
આરોપી બાદમાં વિદ્યાર્થિનીને ચિંચવલી-શિવારા ખાતેના નિર્જન સ્થળે લઇ ગયો હતો, જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મુંબ્રામાં સગીરા સાથે દુષ્કર્મ: મૃત્યુ પામેલા યુવક વિરુદ્ધ ગુનો
દરમિયાન વિદ્યાર્થિનીએ ગુરુવારે ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી, જેને પગલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને કોર્ટમાં હાજર કરાતાં તેને 18 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
(પીટીઆઇ)