શિવસેના ઠાકરે જૂથે ‘તે’ પોસ્ટની ગંભીર નોંધ લીધી; સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી ફરિયાદ
છેલ્લા કેટલાક દિવસોથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક પેજ દ્વારા શિવસેના ઠાકરે જૂથ અને પાર્ટીના મુખ્ય નેતાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટીકા ચાલી રહી હોવાથી આક્રમક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક પેજ દ્વારા શિવસેના ઠાકરે જૂથ અને પાર્ટીના મુખ્ય નેતાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટીકા ચાલી રહી છે. હવે શિવસેના (યુબીટી)એ આ બાબતની ગંભીર નોંધ લીધી છે.
શિવસેના (યુબીટી)ના સચિવ સાઈનાથ દુર્ગેએ સાયબર ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ પોલીસ નિરીક્ષકને મળીને આ અંગે લેખિત ફરિયાદ નોંધાવી છે. ‘આવી બદનક્ષીભરી અને ખોટી માહિતી ફેલાવતા આ સોશિયલ મીડિયા પેજ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને પેજ ચલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ,’ એમ તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. આ અંગેની માહિતી પાર્ટી દ્વારા ટ્વિટર પર આપવામાં આવી છે.
આપણ વાંચો: શિવસેના ઠાકરે જૂથના જયસિંહ ઘોસાલે શિંદે જૂથમાં જોડાયા, રત્નાગીરીમાં ઠાકરે જૂથને આંચકો
ઈવીએમ દ્વારા મહારાષ્ટ્રમાં ભારે બહુમતી મેળવવા છતાં, સત્તામાં બેઠેલા લોકોની ફરિયાદ ઓછી થઈ રહી નથી. જાહેર હિતની સેવા કરવાને બદલે શિવસેના (યુબીટી) વિશે ખોટી માહિતી ફેલાવવાનો અને સોશિયલ મીડિયા દ્વારા પક્ષની વિચારધારાને ખરાબ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ‘ફશીવ સેના’ પેજ પાર્ટીના નેતાઓના ફોટા અને વીડિયોને મોર્ફ કરીને સમાજમાં ધાર્મિક વિભાજન પેદા કરતી માહિતી શેર કરી રહ્યું છે.
આજે શિવસેના (યુબીટી)ના સચિવ સાઈનાથ દુર્ગેએ સાયબર ક્રાઈમ બ્રાન્ચના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરને મળ્યા અને આ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં એવી માગણી કરવામાં આવી છે કે આવી બદનક્ષીભરી અને ખોટી માહિતી ફેલાવતા આ સોશિયલ મીડિયા પેજ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને પેજ ચલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.’