આ સુપર સ્ટારે જે બંગલામાં કર્યું પહેલા ફિલ્મનું શુટિંગ, આજે એ જ બંગલામાં…

હિન્દી ફિલ્મોમાં લોકેશનનું એક આગવું મહત્વ રહ્યું છે અને લોકેશન પાછળ તો મેકર્સ પણ ધૂમ ખર્ચ કરતા હોય છે. સુંદર લોકેશનની શોધમાં મેકર્સની યાદીમાં કાશ્મીર સૌથી ટોપ પર છે. દરિયા, બગીચા, ઝરણા નદી સિવાય કેટલા એક્ટર એક્ટ્રેસના ઘર પણ એટલા સુંદર હોય છે જેમાં અનેક બોલિવૂડ ફિલ્મોની શુટિંગ કરવામાં આવી છે. આ સુંદર બંગલાની યાદીમાં ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર, શહેનશાહ અમિતાભ બચ્ચનના બંગલાનો પણ સમાવેશ થાય છે.
જી હા, તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ આ હકીકત છે કે બિગ બીના સુંદર બંગલોમાં પણ સુપરહિટ હિન્દી ફિલ્મોનું શુટિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ ખરીદવા પહેલા બિગ બી ખુદ પોતાના બંગલામાં જ કામ એટલે કે શુટિંગ પણ કર્યું છે. બિગ બીએ તેમની જ ફિલ્મ ચૂપકે ચૂપકે અને કરિના કપૂર અને અર્જુન કપૂરની ફિલ્મ કી એન્ડ કા સહિત અનેક આઈકોનિક ફિલ્મના શુટિંગ માટે પોતાના બંગલાના દરવાજા ખોલી દીધા હતા.
Read This…જીન્સ-ટી શર્ટમાં ફરવા નીકળી અંબાણી પરિવારની આ મહિલા, વિના મેકઅપ પણ…
મળતી માહિતી મુજબ અમિતાભ બચ્ચને જલસા બંગલો જાણીતા પ્રોડ્યુસર રમેશ સિપ્પી પાસેથી ખરીદ્યો હતો.
જોકે, કેટલાક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે બિગ બીને આ બંગલો ભેટમાં મળ્યો હતો. વાત કરીએ બંગલામાં થયેલા ફિલ્મોના શૂટિંગની તો આ બંગલામાં ચૂપકે ચૂપકે, સત્તે પે સત્તા, આનંદ, નમક હરામ જેવી ફિલ્મો સમાવેશ થાય છે. આ ઘટનાના વર્ષો બાદ ફરી એક વખત કરીના કપૂર અને અર્જૂન કપૂરની ફિલ્મ કી એન્ડ કાના શુટિંગ માટે ફરી એક વખત બિગ બીએ પોતાના બંગલાના દરવાજા ખોલ્યા હતા.
જલસા સિવાય અમિતાભ બચ્ચન પાસે પ્રતિક્ષા નામનો બંગલો પણ છે. પ્રતિક્ષા બિગ બીનું પહેલું ઘર હતું જ્યાં તેઓ પોતાના માતા પિતા સાથે રહેતા હતા. બિગ બી વર્ષો સુધી પોતાના પરિવાર સાથે આ બંગલામાં રહ્યા હતા. આ ઉપરાંત ફિલ્મ બોમ્બે ટોકિઝમાં પણ પ્રતિક્ષા બંગલોની એક ઝલક દેખાડવામાં આવી હતી અને આ સીનમાં કરણ જોહર પણ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બીનો બંગલો જલસા બીજી રીતે પણ ખાસ છે. આ બંગલામાં રહેતા પહેલા જ બિગ બીએ આ બંગલામાં એક ફિલ્મનું શુટિંગ કર્યું હતું. ત્યાર બાદ આ બંગલાનું રિનોવેશન કરાવવામાં આવ્યું હતું. અત્યારે બિગ બી દર રવિવારે જલસાની બહાર ફેન્સ સાથે મુલાકાત કરે છે.