મહારાષ્ટ્ર

શહેરી નક્સલવાદ વિરોધી બિલ પર સુળે આક્રમક; સમીક્ષાની માગણી કરી

શહેરી નક્સલવાદ વિરોધી કાયદાની રોલેટ એક્ટ સાથે સરખામણી કરતા સુપ્રિયા સુળે વિરોધ પક્ષને દબાવવા માટે રોલેટ એક્ટ લાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એનસીપી (એસપી)ના સાંસદ સુપ્રિયા સુળેએ મહારાષ્ટ્રમાં શહેરી નક્સલવાદ વિરુદ્ધ પ્રસ્તાવિત કાયદાને અંગ્રેજોના સમયમાં લાવવામાં આવેલા રોલેટ એક્ટ સાથે સરખાવ્યો છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે આ કાયદાનો સરકારના ટીકા કરતા વ્યક્તિઓ અથવા સંગઠનો સામે દુરુપયોગ થઈ શકે છે, જેનાથી રાજ્યમાં પોલીસ રાજ સર્જાઈ શકે છે.

સુળેએ એવી માગણી કરી હતી કે સરકાર બિલના ડ્રાફ્ટની સમીક્ષા કરે અને સુનિશ્ર્ચિત કરે કે બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન ન થાય.

‘મહારાષ્ટ્ર વિશેષ જાહેર સુરક્ષા બિલ, 2024’ ખરડો, જે રાજ્યમાં નક્સલવાદનો સામનો કરવા માટેનો પ્રથમ કાયદો બનશે, તેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લડવા માટે સરકાર અને પોલીસ તંત્રને અનેક સત્તાઓ આપવાનો પ્રસ્તાવ છે. આ કાયદા હેઠળ નોંધાયેલા તમામ ગુનાઓ સંજ્ઞાનપાત્ર અને બિન-જામીનપાત્ર હશે.

આપણ વાંચો: અમેરિકામાં કોમામાં સરી પડેલી નીલમ શિંદેના પરિવારને વિઝા મળ્યા; સુપ્રિયા સુળેનો આભાર માન્યો

ગયા ડિસેમ્બરમાં રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન બિલ ફરીથી રજૂ કરતી વખતે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ કાયદો શહેરી નક્સલીઓના અડ્ડાઓ બંધ કરવાનો છે, ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રસ્તાવિત કાયદો વાસ્તવિક અસંમતિ ધરાવતા અવાજોને દબાવવા વિરુદ્ધ નથી.

સુળેએ શનિવારે એવો દાવો કર્યો હતો કે આ બિલ નાગરિકોના મૂળભૂત અધિકારોને નબળા પાડશે. ‘આ બિલ દ્વારા, સામાન્ય લોકોના સરકાર વિરુદ્ધ બોલવાના અધિકારો છીનવી લેવામાં આવશે. ખરેખર સ્વસ્થ લોકશાહીમાં, અસંમતિ ધરાવતા મંતવ્યોનું સન્માન કરવામાં આવવું જોઈએ.’

‘લોકશાહીનો સિદ્ધાંત વિપક્ષી અવાજોને પણ મહત્વ આપે છે, કારણ કે તેઓ સુનિશ્ર્ચિત કરે છે કે સત્તામાં રહેલા લોકો જવાબદાર રહે અને જાહેર અભિપ્રાયનો આદર કરે,’ એમ એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું.

આપણ વાંચો: યુએસમાં અકસ્માત પછી મહારાષ્ટ્રની દીકરી કોમામાં સરી પડી, મદદ માટે સુપ્રિયા સુળેએ ભારત સરકારને કરી અપીલ

સુળેએ કહ્યું કે ‘ગેરકાયદેસર કૃત્યો’ ની વ્યાખ્યા પ્રસ્તાવિત કાયદામાં સરકારી એજન્સીઓને અમર્યાદિત સત્તાઓ આપે છે.
‘આ અસરકારક રીતે સરકારને પોલીસ રાજ સ્થાપિત કરવાનું લાઇસન્સ આપે છે, જેનો લોકશાહી રીતે રચનાત્મક વિરોધ વ્યક્ત કરતી વ્યક્તિઓ, સંસ્થાઓ અથવા સંગઠનો સામે દુરુપયોગ થઈ શકે છે,’ એમ તેમણે કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે, આ બિલ ‘આપણે, ભારતના લોકો’ની વિભાવનાને નબળી પાડે છે. સુળેએ કહ્યું કે આ બિલ વહીવટને અનધિકૃત સત્તાઓ આપશે જેનો દુરુપયોગ બદલાની ભાવનાથી વ્યક્તિઓને હેરાન કરવા માટે થઈ શકે છે.

‘સરકારી નીતિઓ અને નિર્ણયોની ટીકા કરવી, શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો અથવા કૂચનું આયોજન કરવું એ બધું ગેરકાયદેસર કૃત્યો ગણી શકાય. આ બિલ વૈચારિક વિવિધતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે અને નાગરિકોના બંધારણીય અધિકારોનું સીધું ઉલ્લંઘન કરે છે,’ એવો આરોપ તેમણે લગાવ્યો હતો.

સુળેએ એવો દાવો કર્યો હતો કે, આ બિલ સરકારને અમુક ન્યાયિક પ્રક્રિયાઓમાં દખલ કરવાની સત્તા આપે છે, જે ‘ન્યાયિક સ્વતંત્રતા માટે સીધો ખતરો છે.’

આપણ વાંચો: બસમાં યુવતી પર થયેલા બળાત્કાર મુદ્દે સુપ્રિયા સુળેએ તંત્રની કાઢી ઝાટકણી

સુલેના મતે, બિલની કેટલીક જોગવાઈઓ મૂળભૂત બંધારણીય અધિકારો જેમ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા, સંગઠનની સ્વતંત્રતા અને ન્યાયી ટ્રાયલનો અધિકાર પર અતિક્રમણ કરે છે.

‘ઐતિહાસિક રીતે, અંગ્રેજોએ તેમના શાસન દરમિયાન વિરોધને દબાવવા માટે સમાન કાયદો (ધ રોલેટ એક્ટ) રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો,’ એમ તેમણે કહ્યું હતું.

સુળેએ વધુમાં કહ્યું હતું કે, આ બિલ બંધારણના મુખ્ય સિદ્ધાંતોનો ‘સીધો ઇનકાર’ છે, અને અમે તેની સખત નિંદા કરીએ છીએ. અમે સરકારને આ ખરડાના ડ્રાફ્ટની સમીક્ષા કરવા અને બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન ન થાય તેની ખાતરી કરવા વિનંતી કરીએ છીએ.’

ફડણવીસે શિયાળુ સત્રમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં નક્સલવાદનો સામનો કરવા માટે એક કાયદો જરૂરી છે કારણ કે રાજ્યમાં આ કાયદો નથી.

આપણ વાંચો: બીડ સરપંચ હત્યાનો એક આરોપી હજુ પણ ફરાર, સરકાર શું કરી રહી છે?: સુપ્રિયા સુળે

ફડણવીસે કહ્યું હતું કે, છત્તીસગઢ, તેલંગણા, આંધ્રપ્રદેશ અને ઓડિશાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અસરકારક રીતે રોકવા માટે જાહેર સુરક્ષા કાયદા ઘડ્યા છે, અને 48 ફ્રન્ટલ સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે.

બિલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને હિંસા, તોડફોડ અથવા અન્ય કૃત્યોમાં સામેલ થવા અથવા પ્રચાર કરવા તરીકે વર્ણવે છે જે લોકોમાં ભય અને આશંકા પેદા કરે છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે હથિયારો, વિસ્ફોટકો અથવા અન્ય ઉપકરણોનો ઉપયોગ કરવામાં સામેલ થવું અથવા પ્રોત્સાહન આપવું, સ્થાપિત કાયદા અને તેની સંસ્થાઓનું અવજ્ઞા કરવાને પ્રોત્સાહન આપવું અથવા ઉપદેશ આપવો એ પણ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ છે.

ગેરકાયદેસર સંગઠન એ છે જે સીધી કે આડકતરી રીતે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ થાય છે અથવા દાવ લગાવે છે અથવા મદદ કરે છે, સહાય આપે છે અથવા પ્રોત્સાહન આપે છે.

આપણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે બીડમાં કાર્યરત માફિયાઓનો અંત લાવવો જોઈએ: સુપ્રિયા સુળે

ગેરકાયદેસર સંગઠન સાથે જોડાણ કરવા પર ત્રણથી સાત વર્ષની જેલ અને રૂ. ત્રણ થી પાંચ લાખ રૂપિયાનો દંડ થશે, એમ તેમાં જણાવાયું છે. એક સલાહકાર બોર્ડ નક્કી કરશે કે કોઈ સંગઠનને ગેરકાયદેસર જાહેર કરવા માટે પૂરતું કારણ છે કે નહીં. તે ત્રણ મહિનામાં સરકારને રિપોર્ટ સુપરત કરશે.

આ કાયદા હેઠળના બધા ગુનાઓ દખલપાત્ર અને બિન-જામીનપાત્ર હશે. બિલમાં જણાવાયું છે કે ગુનાઓની તપાસ સબ-ઇન્સ્પેક્ટરના રેન્કથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવશે.

બધા ગુનાઓ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના રેન્કથી નીચેના ન હોય તેવા અધિકારીની લેખિત પરવાનગી હેઠળ નોંધવામાં આવશે, જે કેસની તપાસ કરનાર તપાસ અધિકારીનો પણ ઉલ્લેખ કરશે.

બિલમાં જણાવાયું છે કે એડિશનલ ડીજીપીના રેન્કથી નીચેના ન હોય તેવા અધિકારીના રિપોર્ટ સિવાય કોઈપણ કોર્ટ કોઈપણ ગુનાની નોંધ લેશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button