મનોરંજન

જીન્સ-ટી શર્ટમાં ફરવા નીકળી અંબાણી પરિવારની આ મહિલા, વિના મેકઅપ પણ…

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. અંબાણી પરિવારનો દરેકે દરેક સભ્ય તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો રહે છે અને એમાં પણ વાત કરીએ અંબાણી લેડીઝની તો ભાઈસાબ એમના તો ઠાઠ જ એકદમ અલગ હોય છે.

અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) અવારનવાર પોતાના ગ્લેમરસ લૂકને કારણે ચર્ચામાં આવતી રહે છે. હાલમાં ફરી એક વખત અંબાણી પરિવારની આ વહુરાણીનો સિમ્પલ લૂક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જીન્સ-ટી શર્ટમાં રાધિકાનો આ નો મેકઅપ લૂક સોશિયલ મીડિયા યુઝર્સને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

રાધિકા મર્ચન્ટ મોટાભાગે એકદમ ભારેભરખમ જ્વેલરી અને અને ડિઝાઈનર આઉટફિટમાં જોવા મળતી હોય છે, પરંતુ હાલમાં રાધિકા એકદમ નોર્મલ ગર્લની જેમ જીન્સ ટી શર્ટમાં જોવા મળી હતી. રાધિકા મોડી સાંજે ફરવા માટે નીકળી હતી ત્યારે તે એકદમ સિમ્પલ જીન્સ અને ટોપમાં જોવા મળી હતી. રાધિકાનો આ લૂક ભલે દેખાવમાં એકદમ સિમ્પલ લાગી રહ્યો હતો પણ તેણે એને ખૂબ સ્ટાઈલ સાથે કેરી કર્યો હતો.

આ પણ વાંચો: અંબાણી પરિવારમાં બધું બરાબર છે? રાધિકા મર્ચન્ટના ગાલ પરના નિશાન તો કંઈક અલગ જ…

રાધિકાએ આ ઈવનિંગ આઉટિંગ માટે ક્લાસિક સ્ટ્રાઈપવાળું ટોપ અને ડેનિમ પહેર્યું હતું. બ્લેક એન્ડ વ્હાઈટ સ્ટ્રાઈપવાળા સ્કૂપ નેકલાઈન અને હાફ સ્લીવ્ઝ પર ગ્લીટરવાળા આ ટીશર્ટમાં રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ ટી-શર્ટ સાથે રાધિકાએ રિલેક્સ ફિટિંગવાળું ડેનિમ પહેર્યું હતું. રાધિકાનો આ લૂક એકદમ સુંદર લાગી રહ્યો હતો. રાધિકાએ પોતાના લૂકને સ્ટારવાળા હુપ ઈયરરિંગ્સ અને વ્હાઈટ હેન્ડબેગ કેરી કરીને કમ્પ્લિટ કર્યો હતો. મેકઅપની વાત કરીએ તો રાધિકા પોતાના આ લૂક સાથે ન્યૂડ લિપસ્ટિક અને નો મેકઅપ લૂક કેરી કર્યો હતો.

આ પણ વાંચો: રાધિકા મર્ચન્ટે સસ્તા વ્હાઈટ ડ્રેસ સાથે કેરી કરેલી પર્સની કિંમત જાણો છો?

રાધિકા મર્ચન્ટનો આ સિમ્પલ બટ સ્ટાઈલિશ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. રાધિકાએ ફરી એક વખત સાબિત કરી આપ્યું કે ઓવર ધ ટોપ આઉટફિટને છોડીને સિમ્પલ જીન્સ ટી શર્ટ પહેરીને પણ તમે સ્ટાઈલિશ લાગી શકો છો. તમે પણ રાધિકા મર્ચન્ટનો આ વાઈરલ લૂક ન જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button