Health Tips: હોળી-ધૂળેટીમાં ખાધાએ ભાવતા ભોજનીયા અને હવે થઈ છે પેટમાં ગડબડ, તો આ રહ્યા ઉપાયો

Health Tips: હોળીના તહેવારમાં લોકો પકવાનો ખાવામાં કોઈ માપ રાખ્યું જ નથી. જે આવ્યું તે ખાધુ છે. તજજ્ઞોનું કહેવું છે કે, ગુજિયા જેવી મીઠાઈઓ સહિત તળેલા અને મીઠા ખોરાક ખાવાથી અને વિવિધ પ્રકારના પીણાં પીવાથી પાચન સમસ્યાઓ થાય છે. આવું ખાવાથી ગેંસ, એસિડિટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો હવે આ સમસ્યાઓના નિરાણ માટે શું કરવું? જો આવી સમસ્યાઓ થાય છે તો તેમ ઘરે બેસીને પણ તેનો ઇલાજ કરી શકો છો. ચાલો જાણીએ આવા ઇલાજ વિશે…
મોટા ભાગે તો ખાવામાં જ આપણે ધ્યાન રાખવું પડે. આ સાથે આપણાં ઘરમાં જ એવી ઘણી વસ્તુઓ છે જે ખાવાથી પેટને લગતી સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે અને પાચનતંત્રને ફરી પાછું મજબૂત કરી શકાય છે. આવી વસ્તુઓમાં ગોળ, વરિયાળી, બદામ. લીંબુ અને તુલસીનો ખાસ સમાવેશ કરવામાં આવે છે. આનું સેવન કરવાથી આપણું પાચનતંત્ર ખૂબ જ સુધરી જાય છે.
આ પણ વાંચો: શિયાળામાં હાથમાંથી ચામડી નીકળવા લાગે છે? તો આ ઉપાયો કરો
ગોળને ઠંડા પાણીમાં નાખીને થોડીવાર રહેવા દો, પછી તે પાણીને પી જાઓ, આ સાથે જ્યારે પણ જમાવા બેસો ત્યારે સાથે ગોળ ખાવાનું રાખો. આવું કરવાતી તમારું પાચનતંત્ર પ્રબળ બને છે અને એસિડિટીની સમસ્યા ઓછી થઈ જાય છે.
બીજા નંબરે આવે છે વરિયાળી. વરિયાળીને પણ ઠંડાપાણીમાં પલાડીને પીવાથી ખાવાથી અનેક ફાયદા થાય છે. તમને ગેસ અને અપચોની સમસ્યા હોય તો વરિયાળી તેના માટે બેસ્ટ ઉપાય છે. વરિયાળીમાં એન્ટીઑકિસડન્ટ પોષક તત્વો જોવા મળે છે, જે પાચન સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: જો તમે શિયાળામાં સાઇનસની સમસ્યાથી પરેશાન હોવ તો અજમાવો આ ઘરેલું ઉપાયો, તમને તરત જ રાહત મળશે.
બદામને કાચી ખાવાથી પણ ફાયદો થાય છે અને રાત્રે પાણીમાં પલાડીને સવારે ખાવાથી પણ ફાયદો થાય છે. પલાડેલી બદાનને કેળા સાથે ખાલી પેટે ખાવામાં આવે તો પેટની સમસ્યોઓ દૂર થઈ જાય છે. લીંબુ પણ ખૂબ જ ફાયદાકારક છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ નાખીને પીવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા પણ ઓછી થઈ શકે છે.
આપણાં દરેકા ઘરે તુલસી તો હોય જ છે. તો તુલસીના પાનને ધોઈને ચાવો અથવા એક કપ પાણી ઉકાળો અને તેમાં પાન ઉમેરો અને ગરમ ચાની જેમ પીવાથી અનેક ઘણાં ફાયદા થાય છે. તુલસીને તો શાસ્ત્રોમાં આયુર્વેદિક ઔષધી કહેવામાં આવી છે.
આ પણ વાંચો: તુલસીના પાનનાં આ ઉપાયો ચહેરાને આપશે ચાંદ જેવો નિખાર!
તમારે એવા ખોરાકથી હંમેશા દૂર રહેવું જોઈએ. કારણ કે, આવા ખોરાકથી એસિડ રિફ્લક્સનું કારણ બની શકે છે . ખાસ કરીને તળેલા ખોરાક, વધુ ચરબીવાળી મીઠાઈઓ અને મસાલેદાર વસ્તુઓ ખાતા પહેલા વિચારી લેવું જોઈએ. આ સાથે જો તમને એસિડિટી વારંવાર થતી હોય તો તમારે આહારમાં ફેરફાર કરવાની ખૂબ જરૂર છે. અને જો ઘરેલું ઉપાય કર્યા પછી પણ કોઈ સમસ્યા યથાવત રહેતી હોય તે એકવાર ડૉક્ટરને બતાવી લેવું જોઈએ, જેથી કરીને તમને શું સમસ્યા છે? તેનો ખ્યાલ આવે અને જરૂરી ઇલાજ કરી શકાય.