ખાખી માટે થઈ જાઓ તૈયાર; કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તારીખ જાહેર….

અમદાવાદ: ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેકટરની પ્રાથમિક કસોટીની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે લોકરક્ષક દળ શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાન તારીખ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર; આ તારીખે લેવાશે PSI લેખિત પરીક્ષા
જૂન મહિનામાં પરીક્ષા
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫નારોજ યોજાવામાં આવનાર છે. આ પરીક્ષા માટે 200 માર્કનું પેપર લેવામાં આવશે અને તે માટે ઉમેદવારોને 3 કલાકનો સમય ફાળવવામાં આવશે. આ માટે યોજાનાર પરીક્ષાનું પ્રશ્નપત્ર બે માળખામાં હશે. જેમાં પાર્ટ A 80 ગુણનો રહેશે અને પાર્ટ Bમાં 120 ગુણનાં પ્રશ્ન રહેશે.
જાન્યુઆરીમાં શરૂ થઈ હતી શારીરિક કસોટી
ગુજરાત પોલીસની લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેકટરની 12,472 જગ્યા પરની ભરતી માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ માટે રાજ્યના 15 ગ્રાઉન્ડ પર 10 લાખથી વધુ ઉમેદવારો શારીરિક કસોટી આપવાના હતા. આ કસોટી 1 માર્ચનાં રોજ પૂર્ણ થઈ હતી. પોલીસની શારીરિક કસોટી માટેની પરીક્ષા માટે પુરુષ ઉમેદવારો માટે અમદાવાદ, કામરેજ, ભરૂચ, જામનગર, જૂનાગઢ, ખેડા-નડિયાદ, મહેસાણા, ગોધરા, ગોંડલ અને હિંમતનગર ખાતે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
GPSC દ્વારા ભરતીની જાહેરાત
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની કુલ 240 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે માટેની ઓનલાઈન અરજી તારીખ 7 માર્ચથી 23 માર્ચ સુધીમાં કરવાની રહેશે.