નેશનલ

હોળી પર ચલણી નોટને પણ લાગી ગયો છે રંગ? જાણો કઈ રીતે અને ક્યાં બદલી શકશો…

ગઈકાલે જ આપણે રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી અને એમાં ઘણી વખત એવું બને છે કે ખિસ્સામાં રહેલા પૈસાને પણ કલર લાગી જાય છે. આવી કલરવાળી નોટ લેવાની દુકાનદાર પણ ન પાડી દે છે, ત્યારે આપણને ટેન્શન થઈ જાય કે હવે આ કલરવાળી નોટનું કરવું શું અને ક્યાં બદલી શકાય છે? ડોન્ટ વરી આજે અમે અહીં તમને આ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. આવી નોટ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આવી નોટ બદલાવવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ચાલો જોઈએ આવી નોટ વિશે શું કહે છે આરબીઆઈની ગાઈડલાઈન…

આરબીઆઈની ગાઈડલાઈનમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ભારતીય ચલણી નોટને સાફસુથરી રાખવી એ ભારતીય નાગરિકની જવાબદારી છે. પણ જો તેમ છતાં નોટ ફાટી જાય, ભીંજાઈ જાય કે કલરવાળી નોટને બદલાવવા માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યા છે. આરબીઆઈના નિયમ અનુસાર જો તમારી પાસે રહેલી નોટ ભીની થઈ જાય છે તો તમે તેને બદલીને ફરી વખત ઉપયોગમાં લઈ શકો છો. કોઈ પણ દુકાનદાર કે વ્યક્તિ આવી નોટ લેવાનો ઈનકાર ન કરી શકે, આવું કરવું ગુનો ગણાય…

આ પણ વાંચો: આ ચલણી નોટને લઈને RBIએ આપી મહત્ત્વની માહિતી, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

જો તમારી નોટ પર કલર લાગી જાય છે તો એને કારણે તેનું સિક્યોરિટી ફીચર પર કોઈ અસર નથી થતી. આવી પરિસ્થિતિમાં તમે કોઈ પણ બેંકના જઈને નોટ બદલાવી શકો છો અને બેંક દ્વારા એના માટે કોઈ પણ વધારાનો ચાર્જ નથી વસૂલવામાં આવતો.

લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે કે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જાણીજોઈને ચલણી નોટને નુકસાન પહોંચાડવું કે તેની સાથે છેડછાડ કરવું ગુનો છે. આરબીઆઈ એક્ટ 1934ની ધારા 27 અનુસાર કોઈ પણ વ્યક્તિ આ રીતે ભારતીય ચલણી નોટને નુકસાન પહોંચાડી શકે નહીં.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરો. આવી જ બીજી મહત્વની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button