અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદઃ વસ્ત્રાલમાં આતંક મચાવનારા શખ્સોના ઘર પર ફરી વળ્યું બુલડોઝર…

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં હોળીના દિવસે સાજે આંતક મચાવનારા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી હતી. વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવનાર 9 અસામાજિક તત્ત્વોને રામોલ પોલીસે પકડી પાડ્યા હતા અને શુક્રવારે જાહેરમાં સરભરા કરી હતી. શનિવારે તમામ આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલ્ડોઝર ફેરવવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદ પોલીસ કમિશ્નરની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓનું મનોબળ તોડવા તેમને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા અને ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી.

Also read : વસ્ત્રાલમાં આતંક મચાવનારા 13ની ધરપકડ; આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિકે કહ્યું, આરોપીઓએ વસ્ત્રાલ વિસ્તારમાં જાહેર રોડ પર તોડફોડ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. પંકજ ભાવસાર નામનો આરોપી પાસામાં જઈ આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. એક જુવેનાઇલ છે અને 13 આરોપીઓ છે. તેમને 4 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. 14માંથી 7 આરોપીઓનાં ઘર ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેમના ઘર પર હવે બુલ્ડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કોઈ આવું ફરીવાર કરશે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વસ્ત્રાલમાં ખુલ્લેઆમ હાથમાં હથિયાર લઇને આતંક મચાવનાર વિરૂદ્ધ અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અસામાજિક તત્ત્વોમાં દાખલો બેસાડવા ફરી એક વખત દાદાનું બુલ્ડોઝર અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર ઘર પર ફરી વળ્યું હતું.

Also read : ગુજરાતમાં સરકારી કર્મચારીઓને અલ્ટીમેટમ, 31 માર્ચ સુધી મિલકતો જાહેર કરો નહીંતર…

શું છે મામલો

બે દિવસ પહેલા અમદાવાદના વસ્ત્રાલમાં જૂની અદાવતમાં અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો. આ તત્વો મહાદેવનગર નિરાંત ચોકડી તરફ આગળ વધતા હતા અને રસ્તામાં જે પણ આવતા હતા તેના વાહનોમાં તોડફોડ કરીને માર મારતા હતા. આરોપીએ પથ્થરમારો કરીને ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો હતો. ઉપરાંત જઈ રહેલા લોકોને અપશબ્દો બોલીને ફટકારતા હતા. આ અંગેને વીડિયો વાઇરલ થયો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી કરીને આ શખ્સોને કાયદાનું ભાન કરાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button