મનોરંજન

અમિતાભ બચ્ચન દીકરા અભિષેક સાથે મળી સૌથી વધારે રોકાણ કરે છે આ સેક્ટરમાં અને કમાણી તો અધધધ…

Abhishek Bachchan: બોલિવુડના મોટા ભાગના અભિનેતા અને અભિનેત્રીઓએ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે, એવા દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પણ પાછળ નથી. અમિતાભ બચ્ચનનું બોલિવુડમાં જેમ દિગ્ગજ અભિનેતા તરીકે નામ લેવાય છે, તેવી જ રીતે રિયલ એસ્ટેટમાં પણ તેઓ બીગ-બી છે. પિતા સાથે સાથે પુત્રએ પણ સારૂં એવું રાકાણ કર્યું છે. બન્ને પિતા-પુત્રએ સાથે મળીને કરોડો રૂપિયાનીં મિલકત ખરીદી છે.

વિદેશમાં પણ રોકાણ કરે છે દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન

આંકડાની વાત કરવામાં આવે તો, 2024માં જ તેમણે મળીને મુંબઈમાં 100 કરોડ રૂપિયાથી વધુ કિંમતની 27,000 ચોરસ ફૂટથી વધુની મિલકત ખરીદી છે તેવું મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે. . આમાં અમિતાભ બચ્ચને 76 કરોડ રૂપિયા અને અભિષેક બચ્ચને 30 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. દિગ્ગજ અભિનેતા પાસે કરોડો રૂપિયાની મિલકત તો પહેલેથી જ છે. અમિતાભ બચ્ચનની મિલકતો ફક્ત મુંબઈમાં જ નહીં, પરંતુ તેમણે ભારત અને વિદેશમાં પણ મિલકતોમાં રોકાણ કર્યું છે.

આ પણ વાંચો: બચ્ચન પરિવાર શું કરવા માગે છે! હવે મુંબઇના આ વિસ્તારમાં…

અમિતાભ અને અભિષેક પાસે કેટલી મિલકત છે?

મુંબઈમાંના મુલુંડમાં ઓબેરોય ઇટર્નિયા પ્રોજેક્ટમાં 10 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે, જેની કુલ કિંમત ₹24.95 કરોડ હતી.

બોરીવલીમાં ​​અભિષેક બચ્ચને ઓબેરોય સ્કાય સિટી પ્રોજેક્ટમાં 6 એપાર્ટમેન્ટ માટે ₹15.42 કરોડનું રોકાણ કર્યું છે

અંધેરીમાં અમિતાભ બચ્ચને અંધેરી વેસ્ટમાં ₹60 કરોડમાં ત્રણ માળની ઓફિસ પણ ખરીદી છે

અયોધ્યામાં અમિતાભ બચ્ચને ₹14.5 કરોડમાં 10,000 ચોરસ ફૂટ જમીન ખરીદી, જ્યાં તેઓ નવું ઘર બનાવવાની યોજના ધરાવે છે.

વિદેશમાં પણ બચ્ચન પરિવાર દુબઈમાં એક વૈભવી બંગલો અને પેરિસમાં એક એપાર્ટમેન્ટ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન પાસે મિલકત સાથે મોંઘીદાટ ગાડીઓ, વૈભવી બંગલા, મોંઘા એપાર્ટમેન્ટ અને કોંમર્સિયલ પ્રોપર્ટીઓ પણ છે. અત્યારે અમિતાભ બચ્ચન જુહુમાં પોતાના મુખ્ય નિવાસ સ્થાને રહે છે, જેનું નામ જલસા છે. આ ઘરની કિંમત પણ આશરે 100 કરોડથી પણ વધારે છે. આ સિવાય અમિતાભ બચ્ચન પાસે દિલ્હી, પુણે અને વિદેશમાં પણ સારી એવી સંપત્તિ છે.

વર્ષે કરોડો રૂપિયાની આવતા તો માત્ર ભાડા દ્વારા થાય છે

દિગ્ગજ અભિનેતાએ અનેક ફિલ્મો એવી આપી છે, જે ખૂબ ચાલી છે, ફિલ્મો સાથે સાથે રિયલ એસ્ટેટમાંથી પણ અમિતાભ બચ્ચને સારી એવી કમાણી કરી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે દેશની એક મોટી સરકારી બેંક પણ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને દર મહિને 10 લાખ રૂપિયા ભાડું આપે છે. અત્યારે તેમની પાસે જેટલી સંપત્તિ છે, તેનું વર્ષે કરોડો રૂપિયા તો માત્ર ભાડું આવે છે. અમિતાભ બચ્ચને મોટા ભાગે પોતાના પુત્ર સાથે મળીને જ રોકાણ કરતા હોય છે. રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાથી ઘણો નાણાકીય લાભ થયો હોય છે, પરંતુ અમિતાભ બચ્ચનની રોકાણ કરવાની રીત અલગ છે. કારણ કે, અમિતાભ બચ્ચન માત્ર મિલકત ખરીદતા નથી, પરંતુ તેની ભાડાની આવક પર પણ ધ્યાન આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button