આપણું ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ, સુરત-રાજકોટના નવા વિસ્તારોમાં બીઆરટીએસ શરૂ નહીં થાય, જાણો વિગત…

અમદાવાદઃ બીઆરટીએસમાં મુસાફરી કરતાં લોકો માટે માઠા સમાચાર છે. બીઆરટીએસ માટે હવે નવા કોરિડોર નહીં બને. અમદાવાદ ઉપરાંત રાજકોટ અને સુરતના નવા વિસ્તોરમાં બીઆરટીએસની સુવિધાનો લાભ નહીં મળે. તંત્ર દ્વારા તેનું વિસ્તરણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત નવા કોરિડોર બનાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે.

Also read : સાબરમતી પર બનશે ગુજરાતનો સૌ પ્રથમ 1 કિ.મી. લાંબો સિક્સલેન રબર કમ બેરેજ બ્રિજ…

સૂત્રોના જણાવ્યા મુજબ, બીઆરટીએસના નવા કોરિડોર બનાવવાની કામગીરી કોરોના કાળ પહેલા જ બંધ કરી દેવામાં આવી છે. તેને મિક્સ ટ્રાફિકમાં જ દોડાવવામાં આવી રહી છે. છેલ્લે અમદાવાદના બોપલ વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોર બન્યો હતો. જે બાદ નવો કોરિડોર બન્યો નથી. સુરત અને રાજકોટમાં પણ નવા કોરિડોર બનાવાતા નથી. મિક્સ ટ્રાફિકમાં જ બીઆરટીએસ બસો દોડાવવામાં આવી રહી છે.

અમદાવાદમાં બીઆરટીએસ શરૂ કરવામાં આવી ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગથી કોરિડોર બનાવાયા હતા. બસો ઝડપથી અને સરળતાથી પસાર થાય તે માટે કોરિડોર બનાવવામાં આવ્યા હતા. તેમજ અલગથી સિગ્નલ પણ આપવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા એવું દર્શાવવામાં આવ્યું છે કે અગાઉ દરેક જગ્યાએ રૂટ ઉપર રોડ પહોળા ન હોવાથી ત્યાં કોરિડોર બનાવવામાં બસ પસાર થઈ શકે તેમ નહોતી એટલે કોરિડોર બનાવ્યા, પણ હવે ખૂબ પહોળા હોવાથી કોરિડોર બનાવવામાં આવતા નથી. જોકે કોરિડોર ન બનાવવા મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી.

Also read : વસ્ત્રાલમાં આતંક મચાવનારા 13ની ધરપકડ; આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બીઆરટીએસના પ્રથમ તબક્કાનો પીરાણા અને આરટીઓને જોડતો માર્ગ 14 ઓક્ટોબર, 2009ના રોજ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુ્લ્લો મુક્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button