
MSSC scheme: પોસ્ટ ઓફિસમાં એવી ઘણાં યોજનાઓ ચાલી રહી છે, જેમાં રોકાણ કરવાથી લાંબા ગાળે મોટો નાણાકીય લાભ મળી શકે છે. પરંતુ એક યોજના એવી છે કે, પૂર્ણ થઈ રહી છે. પોસ્ટ ઓફિસ દ્વારા તે યોજનાને 31 માર્ચ પછી બંધ કરી દેવામાં આવશે. પોસ્ટ ઓફિસ (Post Office) દ્વારા સંચાલિત મહિલા સન્માન બચત સર્ટિફિકેટ (Mahila Samman Savings Certificate) યોજનામાં રોકાણ કરવા માટે 31, માર્ચ 2025 નો સમય આપવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ યોજનામાં રોકાણ કરવા માટે સમયઅવધીમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો છે. જેથી 31 માર્ચથી આ યોજનામાં રોકાણ કરી શકાશે નહીં.
Also read : બંગાળમાં 2000 રામનવમી રેલીઓ, કોઇ તંત્રની પરવાનગી ન માંગે: સુવેન્દુ અધિકારી…
31 માર્ચ પછી પોસ્ટ ઓફિસ આ યોજના બંધ કરી દેશે
ભારત સરકાર દ્વારા સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત 31 માર્ચ 2023 ના રોજ મહિલાઓ અને છોકરીઓ માટે MSSC (મહિલા સન્માન બચત પ્રમાણપત્ર -Mahila Samman Savings Certificate) યોજના શરૂ કરવામાં આવી હતી. માત્ર બે વર્ષ માટે આ યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજનામાં જે પણ મહિલાઓને રોકાણ કરવું હોય તેમની પાસે હવે માત્ર 31 માર્ચ સુધીનો જ સમય છે. પછી જો સરકાર સમય અવધીમાં વધારે નહીં કરે તો આ યોજના બંધ થઈ જશે.
આ યોજનામાં યોજનામાં 2 વર્ષ સુધી જ રોકાણ કરી શકાય
મહિલા સન્માન બચત પ્રમાણપત્રનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને તેમને નાણાકીય સ્વતંત્રતા આપવાનો રાખવાનો છે. આ યોજનામાં 31 માર્ચ સુધી ભારતની કોઈ પણ મહિલા રોકાણ કરી શકે છે. સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે, જેથી ભારતની કોઈ પણ મહિલા આ યોજનામાં 2 વર્ષ માટે રોકાણ કરી શકે છે. વ્યાજદરની વાત કરવામાં આવે તો, આ યોજનામાં બેંક કરતા પણ વધારે વ્યાજ આપવામાં આવે છે. MSSC યોજના પર 7.5% વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે, જે બેંકોની 2 વર્ષની FD કરતા વધુ છે.
Also read : અમેરિકાઃ ગ્રીન કાર્ડને લઈ ભારતીયોનું કેમ વધી ગયું ટેન્શન? જાણો વિગત…
બેંક કરતા પણ વધારે વ્યાજદર આપે છે MSSC યોજના
હવે લોકોને પ્રશ્નો થાય કે, આ યોજનામાં રોકાણ કેવી રીતે કરવું? કેટલા રૂપિયાનું રોકાણ કરી શકાય? તો આ યોજનામાં ભારતીય કોઈ પણ મહિલા 1 હજારથી લઈને 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ યોજનાની સમય અવધી 2 વર્ષની જ છે, જેથી 2 વર્ષ બાદ તે મૂડી અને તેનું વ્યાજ બધુ જ પાછું મળી જાય છે. જો કે, કોઈને વચ્ચેથી રૂપિયા ઉપાડવા છે તો એક વર્ષ બાદ 40 ટકા રકમ ઉપાડી શકાય છે. આ યોજનાની શરતોની વાત કરવામાં આવે તો, ગંભીર બીમારી અથવા મૃત્યુ જેવી પરિસ્થિતિઓમાં ખાતું સમય પહેલા બંધ કરી શકાય છે. જો ખાતાધારક 6 મહિના પછી ખાતું બંધ કરે છે, તો વ્યાજ દરમાં ઘટાડો થઈ જાય છે.