ફિલ્મ રિલિઝ થાય તે પહેલા સલમાન ખાનનો સિકંદર અવતાર, જુઓ શું છે ખાસ…

સલમાન ખાનના ચાહકો તેની ફિલ્મ સિકંદરની લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. 400 કરોડમાં બનેવી આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે, એઠલું જ નહીં પરંતુ કાજલ અગ્રવાલ પણ આ ફિલ્મમાં મહત્વનો રોલ કરી રહી છે. આ ફિલ્મ 1000 કરોડની કમાણી કરશે તેવું મેકર્સને અનુમાન છે. આમ, તો સલમાન ખાન પાસે મોટો ચાહક વર્ગ છે, જેથી ફિલ્મ હજાર કરોડની કમાણી કરી પણ શકે છે. ફિલ્મનું ટ્રીઝર જોતા લોકો ખુશ થઈ ગયાં હતાં. ફિલ્મ રિલિઝ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, આ દરમિયાન સલમાન ખાને પોતાનો લૂક બદલ્યો છે. તેના નલા લૂકને ફેન્સ ખૂબ જ પસંદ પણ કરી રહ્યાં છે.
Also read : એક તરફ ફિલ્મી હસ્તીઓ સોશિયલ મીડિયામાંથી બહાર નથી આવતી ત્યારે આ હેન્ડસમ હંક તેને ટોક્સિક કહે છે

આમિર ખાનનો 60મો જન્મ દિવસ હોવાથી સલમાન ખાન તેને મળવા માટે તેના ઘરે ગયો હતો. આ દરમિયાન તેનો સિકંદર લૂક લોકોને જોવા મળ્યો હતો. ચાહકોએ સલમાન ખાનના આ લૂકના ખુબ જ વખાણ કર્યાં છે. સુપરસ્ટાર અને ભાઈજાન સલમાન ખાનના કાનમાં ઇયરિંગ્સ પણ જોવા મળી હતી. જે સિકંદરમાં પણ જોવા મળશે.
સલમાન ખાને પોતાના હેરસ્ટાઈલ બદલી છે, viralbhayani એ શેર કરેલા વીડિયોમાં જીન્સ અને ટી-શર્ટમાં જોવા મળ્યો હતો, સલમાન ખાનની નવી હેરસ્ટાઇલે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોને હજારો લાઈક્સ પણ મળી છે. સલમાન ખાન ઉર્ફે ભાઈજાન ક્લીન શેવમાં ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો છે. તે ઘણીવાર સમયાંતરે ક્લીન-શેવમાં જ જોવા મળતો હોય છે. ફિલ્મને લઈને પણ સલમાન ખાન અત્યારે પ્રમોશ કરી રહ્યો છે.
Also read : ટૂંક સમયમાં જ આવશે પંચાયતની સીઝન 4? અભિનેતાએ પોસ્ટ કરી આપી હિંટ
ફિલ્મની વાત કરવામાં આવે તો, ઈદ આસપાસ ફિલ્મ સિકંદર રિલિઝ થઈ શકે છે, સલમાન ખાનની મોટાભાગની ફિલ્મો ઈદ પર જ રિલિઝ થતી હોય છે. જે રીતે લોકો સિકંદરની રાહ જોઈ રહ્યાં છે, જેને જોતા એવું લાગે છે કે ફિલ્મ ધૂમ કમાણી કરવાની છે. ફિલ્મનું ટ્રીઝર રિલિઝ કરવામાં આવી છે, પરંતુ મેકર્સ દ્વારા હજી ફિલ્મનું ટ્રેલર રિલિઝ કરવામાં નથી આવ્યું. ફિલ્મ ઈદ આસપાસ આવશે પરંતુ ચોક્કસ તારીખ જાહેર કરવામાં નથી આવી. લોકો રાહ જોઈ રહ્યાં છે કે, આખરે ક્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં આવશે.