બોટાદ

બોટાદના ગઢડામાં કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યોઃ પોલીસ બેડામાં શોકની લાગણી…

બોટાદઃ ગઢડા શહેરમાં કોન્સ્ટેબલે પોતાના નિવાસસ્થાને જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

Also read : બોટાદને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતાં કયા ધારાસભ્યએ ઉઠાવ્યો મુદ્દો? કાંકરેજ-દિયોદરમાં પણ વિરોધના સૂર

મળતી માહિતી મુજબ મૃતક પોલીસ કોન્સ્ટેબલનું નામ પ્રહલાદ બાવળીયા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. અચાનક તેમણે આવું પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બોટાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગઢડા પહોંચી ગયા હતા અને તપાસના આદેશ આપ્યા હતા.

Also read : બોટાદ જિલ્લાની પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કિસ્સામાં શિક્ષક પકડાયો

પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી, જેના કારણે મૃતકના પરિવારજનો અને સહકર્મીઓ પણ આઘાતમાં છે. પોલીસ વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે અને પ્રહલાદભાઈએ આ પગલું શા માટે ભર્યું તે અંગેના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રહલાદભાઈ એક શાંત અને સરળ સ્વભાવના વ્યક્તિ હતા. તેમના સાથી કર્મચારીઓ અને અધિકારીઓ પણ તેમના આ પગલાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલમાં પોલીસ સંભવિત કારણ જાણવા પ્રહલાદભાઈના પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓની પૂછપરછ શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button