
પટનાઃ બિહારમાં પોલીસ પર હુમલા રોકાવાનું નામ નથી લઈ રહ્યા. બે દિવસ પહેલા અરેરિયામાં ટોળાએ એએસઆઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાની સ્યાહી પણ સુકાઈ નથી ત્યાં મુંગેરમાં બેકાબુ બનેલા ટોળાએ એએસઆઈ સંતોષકુમાર સિંહ પર હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. હુમલાખોર સહિત તેનો પરિવાર ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
Also read : ઉત્તર પ્રદેશમાં ચારેબાજુ શાંતિ વચ્ચે શાહજહાંપુરમાં કોમી છમકલું; પોલીસ પર પથ્થરમારો
શું છે મામલો
શુક્રવારે રાત્રે મુંગેરના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના શંકરપુર મિલ્કી ગામમાં બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી. જે અંગેની માહિતી મળતાં એએસઆઈ સંતોષ કુમાર સિંહ ટીમ સાથે તાત્કાલિક નંદલાપરુ પહોંચ્યા હતા. બંને પક્ષોમાં ઘણોમાં આક્રોશ હતો. પોલીસે દરમિયાનગિરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ તેની કોઈ અસર થઈ નહોતી. ટોળામાંથી કોઈએ ગુસ્સામાં એએસઆઈ સંતોષ કુમાર સિંહ પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. જે બાદ તેઓ બેભાન થઈને પડી ગયા હતા. આ ઘટનામાં તેમના માથામાં ઘણું લોહી વહી ગયું હતું. તેમને તાત્કાલિક સારવાર માટે સદર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એએસઆઈ પર હુમલાની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સારવાર દરમિયાન એએસઆઈનું મૃત્યુ થયું હતું. પોલીસે આ મામલે 5 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં એક મહિલા પણ સામેલ છે.
Also read : સંભલમાં તંત્રનાં બંદોબસ્તથી “કાંકરી ન ખરી!” હોળી અને જુમ્માની ઉલ્લાસપૂર્વક ઉજવણી
ગીત વગાડવાના મુદ્દે થયો હતો વિવાદ
મુંગેરના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના શંકરપુર મિલ્કી ગામમાં હોળીના ગીત વગાડવા મુદ્દે બે પક્ષોમાં વિવાદ થયો હતો. વિવાદ એટલો વધ્યો કે, એક પક્ષે ફાયરિંગ કર્યું હતું. જેમાં એક કિશોરનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો.