Gujarat માં પવનોની દિશા બદલતા તાપમાન ઘટ્યું, ગરમીથી મળી આંશિક રાહત…

અમદાવાદઃ ગુજરાતમાં અચાનક છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો વધી રહ્યો છે. માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવા લાગી છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં અને પશ્ચિમ અફઘાનિસ્તાનમાં સર્જાયેલા સાયક્લૉનિક સરક્યૂલેશનની અસર હેઠળ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આકરા ઉનાળા જેવી સ્થિતિ સર્જાઇ છે. પરંતુ ગુજરાતમાં આજથી ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી છે.
Also read : ગુજરાતમાં સરકારી કર્મચારીઓને અલ્ટીમેટમ, 31 માર્ચ સુધી મિલકતો જાહેર કરો નહીંતર…
ગુજરાતમાં તાપમાનમાં થોડાક ઘટાડાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોટાભાગના જિલ્લામાં તાપમાન 1-2 ડિગ્રી ઘટ્યું હતું, રાજ્યમાં શુક્રવારે તાપમાનમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ભાગમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. જોકે, રાજ્યના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો 40ને પાર નોંધાયો હતો. મહત્તમ તાપમાનની સાથે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટડો થવાની સંભાવનાઓ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજથી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
Also read : પાલજમાં સૌથી મોટી હોળીનું દહન: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગતરોજ અમદાવાદમાં 39.3 ડિગ્રી, ગાંધીનગરમાં 39.4 ડિગ્રી, સુરતમાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, રાજકોટમાં 38.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી, ડીસામાં 38 ડિગ્રી, વડોદરામાં 38 ડિગ્રી, કેશોદ 38.4 ડિગ્રી, ભુજમાં 37.4 ડિગ્રી, મહુવામાં 37.6 ડિગ્રી, ભાવનગરમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.